(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વલસાડ જિલ્લાના પ્રવાસ દરમિયાન ભારત સરકારના કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા વાપી ખાતે ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સાથે વાપી મુક્તિધામની મુલાકાત લીધી હતી.
આ મુક્તિધામની આજથી સાત વર્ષ અગાઉ આદરણીય કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા જ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. તેમણે આ અત્યાધુનિક અને સુવ્યવસ્થિત મુક્તિધામની મુલાકાત લઈ કાર્યપદ્ધતિની સરાહના કરી હતી. મંત્રીશ્રીએ મુક્તિધામના સંચાલનમાં કાર્યરત મહિલાઓની મુલાકાત કરી અભિનંદન આપ્યા હતા તેમજ વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે વીઆઇએ પ્રમુખ સતિષભાઈ પટેલ, અને વાપી નોટિફાઇડ પ્રમુખ હેમંતભાઈ પટેલ, વાપી નગરપાલિકા પ્રમુખશ્રી પંકજભાઈ પટેલ, વાપી નગરપાલિકા કારોબારી ચેરમેન મનોજભાઈ પટેલ, મુક્તિધામના ટ્રસ્ટી એલ. એન. ગર્ગ, યોગેશભાઈ કાબરીયા, મિલનભાઈ દેસાઈ, મિતેશભાઈ દેસાઈ, અગ્રણી ઉદ્યોગપતિઓ અને મુક્તિધામના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
