Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વાપી કરવડ નહેરમાં ક્ષત-વિક્ષત હાલતમાં મળેલી બાળકની લાશનો ભેદ ઉકેલ્‍યો : તાંત્રિક વિધી માટે બલી ચઢાવાઈ હતી

બાળકનું માથુ, પગ અને ગુનાનું હથિયાર પણ મળ્‍યુ : સગીર તરુણ, શૈલેષ અફાનભાઈ કોહકેશ (વાપી, ડુંગરા), રમેશ ભાડીયાભાઈ સંવર (અથાલ સેલવાસ)ની ધરપકડ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી પાસે કરવડ દમણગંગા નહેરમાં ગત તા.31મી ડિસેમ્‍બર ક્ષત-વિક્ષત હાલતમાં માથા-પગ વગર બાળકીની લાશ મળી આવી હતી. ગણતરીના દિવસોમાં વાપી-સેલવાસ પોલીસે બાળકની ક્રૂર હત્‍યાનો ભેદ ઉકેલી દીધો છે.પૈસાનો વરસાદ વરસાવા, પાવરફુલ બનવા માટે ત્રણ શખ્‍સોએ તાંત્રિક વિદ્યા માટે નવ વર્ષિય સેલવાસ, અથાલના ચૈતા ગણેશભાઈ કોલાનું અપહરણ કરી જધન્‍ય ઘટનાને અંજામ આપ્‍યો હતો.
ચૈતા કોલા ગૂમ થયાની ફરિયાદ સેલવાસ પોલીસમાં નોંધાયા બાદ તપાસ ચાલુ હતી ત્‍યારે તા.31 ડિસેમ્‍બરે કરવડ નહેરમાં માથા-એક પગ વગરની બાળકની લાશ મળી આવી. ડુંગરા પોલીસ અને સેલવાસ પોલીસે તપાસ આરંભી હતી. સેલવાસ પોલીસનો 100 વધુ સ્‍ટાફની તપાસ ટૂકડી તથા સી.સી.ટી.વી. ફૂટેજ ચકાસણી આરોપીઓ સુધી પહોંચી ગઈ હતી. અંધશ્રધ્‍ધા અને પૈસાનો વરસાદ વરસાવા તાંત્રિક વિધી કરવા માટે માસુમ ચૈતાનું અપહરણ કર્યું. પોલીસે ગંભીર કૃષ્‍ણ આચરનારા પૈકીનો તરૂણ કપરાડાનો જે ખાટકીનું કામકાજ સાયલી ખાતે ચીકન શોપમાં કરતો હતો. તપાસમાં બહારુ આવ્‍યું ગુનાની કડી સાથે કડી મેળવી પોલીસ શૈલેષ અફાનભાઈ કોહકેરા (વાપી, ડુંગરા) અને રમેશ ભાડીયા સંવર (અથાલ સેલવાસ)ની ધરપકડ કરી લીધી. તરૂણ આરોપીને સુરત જુવેનાઈલમાં મોકલી આપ્‍યો હતો. આ ત્રણેય ચૈતાનું ગત તા.28 ડિસેમ્‍બરે અપહરણ કર્યું અને બલી ચઢાવી દેવાયો હતો. તપાસમાં બાળકનું માથું-પગ અને વપરાયેલ હથિયાર જપ્ત કરી લીધા છે. પકડાયેલ આરોપી સામે ફાસ્‍ટ ટ્રેકમાં સુનાવણી કરી કડકમાં કડક સજાની સેલવાસનાવિવિધ સામાજીક સંગઠનોએ કરી છે.

Related posts

ઝોન કક્ષાની વાર્તા કથન સ્‍પર્ધામાં ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળા વાપીની વિદ્યાર્થીની દ્વિતિય ક્રમે વિજેતા

vartmanpravah

નવસારીમાં રંગોળીપૂરણ કાર્યક્રમો અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન યોજાયા.

vartmanpravah

3D બહુજન સમાજ પાર્ટી દ્વારા ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના 66મા મહાપરિનિર્વાણ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

‘વન મહોત્‍સવ-2023′ અંતર્ગત દાનહ વન વિભાગે તિનોડામાં કર્યું વૃક્ષારોપણ

vartmanpravah

વલસાડ ભાગળ ગામે દરિયા કિનારે લાંગરેલી બોટમાં આજે શુક્રવારે મળસ્‍કે અચાનક આગ લાગી

vartmanpravah

ધરમપુરના ખડકીમધુરી ગામમાં મરઘાનો શિકારકરવા જતા કદાવર દિપડી કુવામાં ખાબકી

vartmanpravah

Leave a Comment