Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સરકારી પોલીટેકનિક અને આર.ટી.ઓ દ્વારા પતંગના દોરાથી બચવા સેફટી બેલ્‍ટનું વિતરણ કરાયું

બાઈક ચાલકોને હાલર રોડ, તિથલ રોડ, પોલિટેકનિકના ગેટ સહિત ત્રણ જગ્‍યાએ 2000 બેલ્‍ટ અપાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: વલસાડ જીલ્લામાં નેશનલ રોડ સેફટી વીક-2023 ઉજવણી અંતર્ગત આર.ટી.ઓ વલસાડ, સીટી પોલીસ તંત્ર અને સરકારી પોલીટેકનિક વલસાડના સંયુક્‍ત ઉપક્રમે તા. 11મી જાન્‍યુઆરી, 2023ના રોજ બાઈક ચાલકોને પતંગના દોરાથી બચવા માટે ગળાના સેફટી બેલ્‍ટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. જેનું ઉદ્‌ઘાટન વલસાડ જીલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રેના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.
જેમાં અત્‍યાર સુધીમાં વલસાડ હાલર રોડ, સરકારી પોલિટેકનિક વલસાડના ગેટ પાસે તેમજ તિથલ રોડ એમ ત્રણ જગ્‍યાઓ ખાતે આશરે 2000 જેટલા બેલ્‍ટનું વિતરણ કરવામાં આવ્‍યું. કલેકટરશ્રીએ પોતે પણ રસ્‍તા ઉપર આવી નાગરિકોને સેફટી બેલ્‍ટ આપી માર્ગ સલામતી વિશે સમજણ આપી હતી.
આ કાર્યક્રમમાં સરકારી પોલીટેકનિક વલસાડના આચાર્ય શ્રીમતી રિંકુ શુક્‍લા, સીટી પોલિસ સ્‍ટેશનના પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર તથા ટ્રાફિક પોલીસ ટીમ પણ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આરટીઓ વલસાડ ટીમ, સરકારી પોલીટેકનિક વલસાડની ટીમ, રોડ સેફટી ટીમ અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

Related posts

પારડીના કોટલાવ ખાતેથી કુટણખાનું ઝડપાયુ: ત્રણ લલનાને મુક્‍ત કરી, બે ગ્રાહક તથા સંચાલક મહિલાની ધરપકડ

vartmanpravah

વલસાડમાં 40 વર્ષીય મહિલાની 30 વર્ષીય યુવકે છેડતી કરતા અભયમ ટીમ મદદે પહોંચી

vartmanpravah

ચીખલી ખાતે ઘરેલુ હિંસાથી મહિલાઓને રક્ષણ અધિનિયમ-2005 અન્‍વયે કાયદાકીય સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહના ખાનવેલ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરાઈ

vartmanpravah

ધરમપુર તા.ના યુવા મોરચા પ્રમુખ નિખિલ ભંડારી સામે શિક્ષાત્‍મક કાર્યવાહીકરવાની ધારાસભ્‍યને લેખિત ફરીયાદ કરાઈ

vartmanpravah

વલસાડ રાબડા ગામે દરગાહ ચલાવતા ચેતન બાપુની હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન દાદાની કબર ખોલવાની પત્રિકાથી રોષ

vartmanpravah

Leave a Comment