(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.27
સંઘપ્રદેશમાં ઉત્તર ભારતીય હિન્દુ સમાજ દ્વારા પ્રથમ વાર ઉત્તર ભારતીય પ્રીમિયર લીડ સીઝન-1નું આયોજન કરવામાંઆવ્યું હતું. જેની રવિવારે રમાયેલી સેમી ફાઈનલમાં પ્રયાગ ટાઈગર્સ અને ટીમ કેસરી વચ્ચે જોરદાર સંઘર્ષ થયો હતો, જેમાં પ્રયાગ રાઈડર્સની ટીમ મેચ જીતીને ફાઇનલમાં પહોંચી હતી જ્યાં તેનો મુકાબલો વિષ્ણુ ઈલેવનની ટીમ સાથે થયો હતો.
પ્રથમ ટોસ જીત્યા બાદ પ્રયાગ ટાઈગર્સે વિષ્ણુ ઈલેવન સામે 8 ઓવરમાં 59 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ વિષ્ણુ ઈલેવનના ખેલાડીઓએ આ ટાર્ગેટને સરળતાથી હાંસલ કરી લીધો હતો અને યુપીએલ સિઝન વનની ટ્રોફી જીતી લીધી હતી. વિજેતા ટીમ વિષ્ણુ ઈલેવનના કેપ્ટન કપિલ સિંહને 15000 રૂપિયાના રોકડ ઈનામ સાથે ટ્રોફી અને ઉપવિજેતા ટીમ પ્રયાગ ટાઈગર્સના કેપ્ટન સોનુ મિશ્રાને 10,000 રૂપિયાના રોકડ ઈનામ સાથે ટ્રોફી આપવામાં આવી હતી. વિષ્ણુ ઈલેવનનો ખેલાડી પ્રિન્સ યાદવ મેન ઓફ ધ મેચ રહ્યો હતો.
સંઘપ્રદેશ દમણમાં પહેલી વખત આયોજીત ઉત્તર ભારતીય પ્રીમિયર લીગ (યુપીએલ) સીઝન-1નું સમાપન તા.27/03/2021ને રવિવારના રોજ થયું હતું. આ મેચમાં, રાજકીય, સામાજિક આગેવાનો અને લગભગ દરેક સમાજના લોકોએ આયોજકોને ખૂબ ઉત્સાહથી પ્રોત્સાહિત કર્યા હતા.
આ મેચમાં દમણ-દીવ ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી ગૌરાંગ લાલુભાઈ પટેલે ઉત્તર ભારતીય પ્રીમિયર લીડના તમામ ટીમોના ખેલાડીઓમાટે દરેક પ્રકારની સહાયતા આપવામાં આવી હતી. ફાઈનલ મેચમાં પણ શ્રી ગૌરાંગ લાલુભાઈ પટેલ અને સોમનાથના ભાજપ નેતા શ્રી હરેશભાઈ પટેલ આખી મેચમાં ખેલાડીઓ સાથે બેસી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમજ વિજેતા અને ઉપ વિજેતા ટીમને પોતાના હસ્તે ટ્રોફી એનાયત કરી હતી.
સંઘપ્રદેશમાં શિક્ષણ, રોજગાર અને અન્ય એક ઘણા સામાજિક કાર્યક્રમોની સાથે સાથે ક્રિકેટની દુનિયામાં ઉત્તર ભારતીય યુવાનો સમાજને સારો સંદેશો આપ્યો છે. દમણના સામાજિક આગેવાન શ્રી એસ.કે.શુક્લા, છોટુભાઈ ઝા, કળપાશંકર રાય, સત્યેન્દ્ર કુમાર, અમિત રાઠી, મહેન્દ્ર દુબે, અખિલેશ મિશ્રા, શિવલખાન સિંહ, શિવાજી તિવારી, શરદ રાય, સુનિલ ઉપાધ્યાય, અમર યાદવ, રસિકલાલ તિવારી, જીતેન્દ્ર કુશવાહા, વિપિન મિશ્રા, વિજય શાહે વ્યવસ્થામાં મદદ કરી હતી.