Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં એક સાથે ચાર જેટલા બંધ ઘરોના તાળા તોડી તરખાટ મચાવતા તસ્‍કરો

ચાર જેટલા ચોરોની હરકતો સી.સી.કેમેરામાં કેદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.11: પારડીમાં પોલીસને સીધો સીધો પડકાર તસ્‍કરો ફેંકી રહ્યા હોય એવું લાગી રહ્યું છે પારડીના ખડકી ખાતે આવેલ હાઈવે સ્‍થિત વિનાયક પેટ્રોલ પંપ ખાતે છુટા માંગવાના બહાને ટેબલના ખાનામાંથી આશરે 25000 જેટલી રોકડ રકમની ચીલ ઝડપ કરી બે અજાણ્‍યા ઈસમો મોટરસાયકલ પર ભાગી છુટવાની ફરિયાદ હજુ તો નોંધાય તે પહેલા જ ફરી એક વખત એજ રાતે બે મોટરસાયકલ લઈ આવેલા ચાર જેટલા અજાણ્‍યા ઈસમો પારડી હાઈવે સ્‍થિત વિશ્રામ હોટલની બાજુમાં આવેલ અલ મદીના કોમ્‍પ્‍લેક્‍સમાં પ્રવેશી ચાર જેટલા બંધ ફલેટો જેમાં (1) 104 સદ્દામ ઝાકીર તનવર જેઓ મુંબઈ ગયા હોય એમના બધ ફલેટનું તાળુ તોડી બે સેટ સોનાની કાનની બુટ્ટી, એક રીંગ, ચાંદીના સાંકડા અને 4 થી 5000 રોકડા, (2) 105 ફરહાદ શેખ જેઓ નાનાપોંઢા ગયા હોય એમના બંધ ફલેટમાંથી સોનાની બુટ્ટી અને 20 હજાર રોકડા, (3) 102 સલમાન ખાન અને (4) 203 મહેબૂબ મુલ્લાંના પણ બધ ફલેટ તોડી ચોરી કરી પારડી પોલીસને સીધો સીધો પડકાર ફેકયોછે.
ગત વર્ષ દરમ્‍યાન પણ ઠંડીની સિઝનમાં જ પારડી શહેર તથા પારડીની આજુબાજુના ગામોમાં ચોરી કરી ચોરોએ તડખાટ મચાવતા પોલીસ પર વિશ્વાસ છોડી યુવાનોએ પોતાની રીતે યુવાનોની ટીમો બનાવી પોતાના ઘરો તથા ફળિયાની રક્ષા કરવાની નોબત આવી હતી. પારડી પોલીસ ગત વર્ષની પરિસ્‍થિતિ ધ્‍યાને લઈ ફરી એકવાર લોકો ચોરોથી ડરીને ન રહે અને પોલીસ પર વિશ્વાસ કરે એ માટે પોલીસે કોઈ એક્‍શન પ્‍લાન બનાવી આ ચોરોને શરૂઆતમાં જ ઝડપી લઈ એમની મુખ્‍ય ગેંગ સુધી પહોંચી ચોરી થતી બંધ કરાવે એવી લોકો દ્વારા માંગ ઉઠી રહી છે.

Related posts

વાપી સોશિયલ ગ્રુપના પ્રમુખ અને સભ્‍યો દ્વારા આ વર્ષે 1600 ગરમ ધાબડાનું જરૂરિયાત મંદોને વિતરણ કરાયું

vartmanpravah

ઉમરગામ તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્‍તારમાં પથરાયેલી ઓઈલ વેસ્‍ટની કાળી ચાદર

vartmanpravah

ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય કોષાધ્‍યક્ષ સુરજ કેરો અને અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રભારી અશોક ખટરમલે દમણવાડા ગ્રા.પં.ના નંદઘર અને લાઈબ્રેરી નિહાળી પ્રશાસનની કરેલી સરાહના

vartmanpravah

ખોડલધામ પ્રેરિત શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન સોમનાથ ખાતે યોજાયો યજ્ઞ

vartmanpravah

વલસાડ, વાપી એસ.ટી. વિભાગ દ્વારા હોળી-ધુળેટી તહેવારો માટે માંગો ત્‍યારે બસની યોજના કાર્યરત કરાઈ

vartmanpravah

સેલવાસમાં ગણપતિ વિસર્જન દરમ્‍યાન એક યુવાન નદીમાં ડૂબ્‍યો

vartmanpravah

Leave a Comment