December 14, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદેશપારડીવલસાડવાપીસેલવાસ

ઉત્તર ભારતીય લોકોની વર્ષોની માંગ સંતોષાઈ- વાપીમાં હમસફર અને સૂર્યનગરી એક્‍સપ્રેસના સ્‍ટોપેજને મળેલી લીલીઝંડી

તા.25મી જુલાઈથી બંને ટ્રેનો વાપી સ્‍ટેશને બંને દિશામાં રોકાશેઃ વાપી, વલસાડ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં વસતા હજારો ઉત્તર ભારતીયોની માંગ થઈ પૂર્ણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વાપી,તા.15

દાદરા નગર હવેલી અને દમણની સાથે વાપી, વલસાડ, મોટાપોંઢા વિસ્‍તારમાં હજારો ઉત્તર ભારતીયો વસવાટ કરી રહ્યા છે. તેઓની બહુ વાટ જોનારી ખાસ માંગ આજે કેન્‍દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવએ પૂર્ણ કરી છે.

રાજસ્‍થાનવાસીઓની દૈનિક સૂર્યનગરી સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેનને વાપી સ્‍ટેશન પર સ્‍ટોપેજની માંગ ઘણી જૂની હતી. આજ પ્રકારે લાખો ઉત્તર ભારતીયોની બાન્‍દ્રા-ગોરખપુર હમસફર સાપ્તાહિક ટ્રેને પણ વાપી સ્‍ટેશન પર સ્‍ટોપેજ આપવાની માંગ હતી અને તેના માટે સમય સમયે નેતાઓ અને અધિકારીઓ પાસે વારંવાર માંગણી અને અરજીઓ કરવામાં આવી હતી. તમામને જાણીને ખુશી થશે કે કેટલાક મહિના પહેલાં કેન્‍દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવ દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્‍યા હતા. તે સમયે ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય સચિવ અને પ્રદેશ પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકર અને પ્રદેશઅધ્‍યક્ષ શ્રી દીપેશ ટંડેલના માર્ગદર્શનમાં આ ઉપરોક્‍ત બંને ટ્રેનોના વાપી સ્‍ટેશને સ્‍ટોપેજ(રોકાણ) માટે મંત્રીશ્રીને નિવેદન કરવામાં આવ્‍યું હતું. મંત્રીશ્રીએ તેજ સમયે આશ્વાસન આપ્‍યું હતું કે, આ કામ થઈ જશે.

આ કામને મૂર્તરુપ આપવા માટે રાષ્‍ટ્રીય સચિવ અને પ્રદેશ પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકર અને પ્રદેશ અધ્‍યક્ષશ્રી દીપેશ ટંડેલ તથા દમણના સાંસદશ્રી લાલુભાઈ પટેલ પણ સતત પ્રયાસ કરતા રહ્યા અને આજે તેનું ફળ જનતાને મળ્‍યું છે અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવએ બંને ટ્રેનોને વાપી સ્‍ટેશન પર સ્‍ટોપેજ(રોકાણ) માટેનો નિર્ણય લીધો છે.

બાન્‍દ્રા-જોધપુર સૂર્યનગર સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ (દૈનિક ટ્રેન નંબર 12479/12480)નું સ્‍ટોપેજ 25 જુલાઈથી અને બાન્‍દ્રા-ગોરખપુર હમસફર (સાપ્તાહિક ગાડી નંબર 19091)નું 25 જુલાઈ અને 19092નું 28 જુલાઈથી વાપી સ્‍ટેશન પર રોકાણ થશે. રેલવે બોર્ડના આ નિર્ણયથી લાખો લોકોને આવાગમનની સુવિધા મળશે અને તેઓ તેમના સ્‍થળ સુધી આસાનીથી મુસાફરી કરશે.

રેલવે મંત્રીએ રાષ્‍ટ્રીય સચિવ અને પ્રદેશ પ્રભારી શ્રીમતી વિજયા રહાટકરને આશ્વાસન આપ્‍યું છે કે, પ્રદેશના જે કોઈપણ માંગણી પ્રસ્‍તાવ છે તેને પણ પૂર્ણ કરવાની કોશિષ કરવામાં આવશે.

બંને ટ્રેનોના સ્‍ટોપેજના સમાચારથી સમગ્ર સંઘપ્રદેશની સાથે વાપી,વલસાડ, મોટાપોંઢા વિસ્‍તારમાં વસતા  હજારો ઉત્તર ભારતીયોમાં ખુશીની લહેર દોડી રહી છે. તમામ લોકોએ રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવ, પ્રદેશ પ્રભારી વિજયા રહાટકર, પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશ ટંડેલ, સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, અને સંગઠન મંત્રી શ્રી વિવેક દાઢકરને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વાપી બલીઠા રેલવે ઓવરબ્રિજ ઉપર ગડર મુકવાની કામગીરી શરૂ : ટુક સમયમાં બ્રિજ કાર્યરત થશે

vartmanpravah

દમણમાં મૂન સ્ટારના શોરૂમ પર જીઍસટીનો દરોડો

vartmanpravah

શનિવારે દાદરા નગર હવેલીમા ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

પારડી શહેર ભાજપ દ્વારા બાળ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

પારડી ડુમલાવથી અતુલ કંપનીમાં નોકરીએ જતી મહિલાનું ખરાબ રસ્‍તાથી મોપેડ સ્‍લીપ ખાતા સારવારમાં મોત

vartmanpravah

વાપી બલીઠા અવેક્ષા 21st સેન્ચ્યુરી કેન્સર કેર સેન્ટર ખાતે ફેફસાંના ગાંઠની શસ્ત્રક્રિયામાં મળેલી ચમત્કારિક સફળતા

vartmanpravah

Leave a Comment