(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.11: દીવ ખાતે બે દિવસીય એજ્યુકેશન ઈનોવેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ જીલ્લા કલેકટર ફવર્મન બ્રહ્માએ એજ્યુકેશન ઈનોવેશન ફેરને વધુ એક દિવસ રાખી અને દીવ જીલ્લાના વિદ્યાર્થીઓને લાભ લેવાજણાવ્યું. આજરોજ દીવ કલેકટર ફવર્મન બ્રહ્માએ એજ્યુકેશન ઈનોવેશન ફેરની મુલાકાત લીધી હતી અને શિક્ષકો દ્વારા બનાવેલા પ્રોજેક્ટનુ નિરીક્ષણ કર્યું હતું, તથા શિક્ષકોના પ્રોજેક્ટની પ્રશંસા કરી હતી. સાથે શિક્ષણ વિભાગના અધિકારીઓને વધુમાં વધુ બાળકો આ પ્રદર્શનનોને નિહાળવા માટે બે દિવસની જગ્યાએ એજ્યુકેશન ઈનોવેશન ફેરને વધુ એક દિવસ એટલે ત્રણ દિવસની વ્યવસ્થા કરવાના દિશા નિર્દેશ કર્યા અને આ ફેરને એક દિવસ વધુ રાખવાનું નિર્દેશ પણ કર્યો છે. જેથી આ પ્રોજેક્ટનો લાભ દીવ જીલ્લાના વિદ્યાર્થીઓ કરી શકે. ઉલ્લેખનીય છે કે, આ એજ્યુકેશન ઈનોવેશન ફેરમાં કુલ 40 આકર્ષક અને શીખવા લાયક પ્રોજેક્ટ રાખવામાં આવ્યા છે.