October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચણોદ કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં વિવેકાનંદ જ્‍યંતીની ઉજવણી

એન.એસ.એસ. યુનિટ દ્વારા ‘‘રાષ્‍ટ્ર નિર્માણમાં યુવાનોનો ફાળો” વ્‍યાખ્‍યાન યોજાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: અત્રે ચણોદ કોલોની સ્‍થિત કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયંસિસ કોલેજ વાપી ખાતે સ્‍વામી વિવેકાનંદ જન્‍મ જયંતિની ઉજવણીના ભાગરૂપે એન.એસ.એસ. યુનિટ દ્વારા ‘‘રાષ્‍ટ્રના ઉત્‍થાનમાં યુવાનોની ભૂમિકા” વિષય ઉપર વ્‍યાખ્‍યાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને પુષ્‍પાંજલી દ્વારા કરવામાં આવ્‍યી હતી. આ કાર્યક્રમના મુખ્‍ય વક્‍તા ડો.ભદ્રેશ સુદાની આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર, ગવર્નમેન્‍ટ એન્‍જિનિયરીંગ કોલેજ, વલસાડ દ્વારા વિદ્યાર્થીઓને રાષ્‍ટ્ર નિર્માણમાં યુવાનોનો ફાળો અને સ્‍વામી વિવેકાનંદના વિચારો ઉપર વ્‍યાખ્‍યાન આપ્‍યુ હતું. જેમાં મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આમ સ્‍વામી વિવેકાનંદના વિચારોથી વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને પ્રેરણા મેળવે તથા વિદ્યાર્થીઓએ સ્‍વામી વિવેકાનંદનું જીવન, સમર્પણ દેશભક્‍તિ તેમજ વાણી-વ્‍યવહાર વિશે જાણીને ઘણા પ્રભાવિત થયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના રાષ્‍ટ્રીય સેવા યોજના પ્રોગ્રામ ઓફિસર પ્રો.ખુશ્‍યુ બી. દેસાઈ દ્વારા આયોજન કરવામાંઆવ્‍યું હતું. તેમજ વક્‍તા ડો.ભદ્રેશ સુદાની અને પ્રોગ્રામ ઓફિસરને કોલેજના આચાર્ય ડો.પૂનમ બી. ચૌહાણે આભાર વ્‍યક્‍ત કરી વિદ્યાર્થીઓ સ્‍વામી વિવેકાનંદના જીવન પથ પર આગળ વધે તેવી શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

દાનહ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા 12મી એપ્રિલના શુક્રવારે સેલવાસ રિવર ફ્રન્‍ટ ઉપર ‘ફન સ્‍વીપ ડીએનએચ-2024’નું થનારૂં આયોજન

vartmanpravah

દીવ વિસ્‍તારમાં બે જગ્‍યાએ લાગેલી આગ

vartmanpravah

મોતીવાડા બ્રિજ પાસેથી દારૂ ભરેલ રીક્ષા ઝડપતી વલસાડ એલસીબી

vartmanpravah

ચીખલીના નોગામા ગામે બે યુવાનોએ એક યુવકનું ગળુ દબાવી હત્‍યા કરતા ચકચારઃ બંને યુવાનોની ધરપકડ

vartmanpravah

વાપી ટુકવાડા હાઈવે ઉપર રોડ મરામતની કામગીરી અંતે શરૂ થઈ : વાપીના સર્વિસ રોડ પણ મરામત માગે છે

vartmanpravah

દાનહ શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના નૈત્ર ચિકિત્‍સા વિભાગે હાંસલ કરી એક વધુ ઉપલબ્‍ધિ

vartmanpravah

Leave a Comment