January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

નરોલી ગ્રા.પં. વિસ્‍તારમાં ગંદકી ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ : દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીની નરોલી ગામની મુલાકાત દરમિયાન નજરે પડેલી ગંદકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીશ્રી દ્વારા નરોલી ગામની મુલાકાત દરમ્‍યાન જાહેર જગ્‍યા ઉપર ગંદો કચરો અને ગંદુ પાણી ફેલાયેલ હોવાનું નજરમાં આવ્‍યું હતું. જેના કારણે તેઓએ નરોલી ગ્રામપંચાયતને કડક સૂચન સાથે આદેશ કર્યો હતો કે, કોઈએ પણ ગંદું પાણી ગટરમાં છોડવું નહીં અને પોતપોતાની સેફટી ટેન્‍ક તથા ખાળકૂવા પોતે બનાવી લેવા.
જો કોઈ દુકાનદારો, કંપનીના સંચાલકો અને રૂમ માલિકો એમના કેમ્‍પસની અંદર બહાર કોઈપણ પ્રકારે ખરાબ પ્‍લાસ્‍ટિકનો સંગ્રહ કરેલ હોવાનું માલૂમ પડકે કે દેખાશે તો તેમને તાત્‍કાલિક દંડ ફટકારવામાં આવશે અને તેઓનું તાત્‍કાલિક વીજ જોડાણ પણ કાપી નાંખવા માટે આદેશ કરવામાં આવશે અને નીતિ-નિયમ અંતર્ગત કડક કાર્યવાહી સ્‍વરૂપે લાયસન્‍સ પણ રદ્‌ કરવામાં આવશે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ગ્રામ પંચાયતમાં આવેલ તમામ દુકાનદારો હોટલ માલિક કંપનીના સંચાલકો અને રૂમ માલિકોને સૂચના આપવામાં આવે છે કે દુકાનદારો લારી-ગલ્લા સ્‍ટોર વગેરે ખરાબ-ખોટી અને નકામી વસ્‍તુઓ જેવી કે પ્‍લાસ્‍ટિક થેલી, તંબાકુ-ગુટખા રાખવા નહિ. કોઈપણ દુકાનદારો કે લારી ગલ્લાઓ પણ ખરાબ-નકામી વસ્‍તુઓ મળશે તો તેઓને ચલણ આપી દંડ ફટકારવામાં આવશે. નોટિસ મળ્‍યા બાદ કચરો કે ગંદકી જોવા મળશે તો વધુ દંડ કરવામાં આવશે.
સ્‍વચ્‍છતા જાળવવા માટે નરોલી ગ્રામ પંચાયતની હદ વિસ્‍તારમાં ફરતા સફાઈના ટેમ્‍પો કોઈક સ્‍થળે નહીં આવતો હોય તો તે માટે સફાઈ અભિયાન સુપરવાઈઝરનો સંપર્ક કરવાપણ જણાવાયું છે.
અત્રે યાદ રહે કે, દરેક દુકાનદાર, સ્‍ટોર સંચાલકો, લારી-ગલ્લા ચલાવનાર, ચિકન-મટન વેચનાર, હોટલ વગેરે તમામે કાગળ તેમજ કાપડની જ થેલીઓનો ઉપયોગ કરવાનો રહેશે.

Related posts

ધરમપુરના ભાંભા ગામના કંડકટર અને તૂરવાદક રણજીતભાઈ પટેલનો ભવ્ય નિવૃતિ સન્માન સમારંભ અને લોકવાદ્ય તૂર સ્પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ તિથલ બીચ પર્યટકો માટે ખુલ્લો કરી દેવાયો

vartmanpravah

દાનહના ડોકમરડી બ્રિજ નજીક યુવાનને અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

મોટી દમણ પરિયારી ખાતે રાત્રિ ચૌપાલ યોજાઈ

vartmanpravah

લવાછા દમણગંગા નદીમાં પૂજા કરવા પહેલા નદીમાં નહાવા પડેલ યુવાનનું ડૂબી જતા મોત

vartmanpravah

ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં વરસાદ વરસતા ભર શિયાળામાં ચોમાસાનો માહોલ છવાયો

vartmanpravah

Leave a Comment