Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના દૂધની ગામના દરેક ફળિયાના મુખ્‍ય પંચે લીધેલો નિર્ણયઃ લગ્ન પ્રસંગોમાં દારૂ-બિયર, તાડી ચિકન-મટન પિરસનાર સામે રૂા.50 હજારનો દંડ કરાશે

  • દૂધની ગામના દરેક ફળિયાના પંચ દ્વારા લેવાયેલા નિર્ણયની સમગ્ર પ્રદેશમાં થઈ રહેલી પ્રશંસા

  • મુખ્‍યત્‍વે દાદરા નગર હવેલીના આદિવાસીઓ લગ્ન અને મરણના સમારંભમાં લાખો-હજારો રૂપિયાનો દારૂ, બિયર, કોટર, તાડી, ચિકન-મટન પાછળ ખર્ચ કરવા માટે પોતાની સોનાના ટૂકડા જેવી જમીન સસ્‍તા ભાવે વેચીને લોકોને મોજ કરાવી પોતે બરબાદ થઈ રહ્યા હતા

  • હવે દાનહના આદિવાસીઓમાં શિક્ષણ પ્રત્‍યે ઉઘડેલી ભૂખઃ બદલાયેલા દાદરા નગર હવેલીનું પ્રતિબિંબ

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : દાદરા નગર હવેલીના દૂધની ગામ ખાતે લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓને રોકવા દરેક ફળિયાના મુખ્‍ય પંચ દ્વારા દારૂ, બિયર, કોટર, તાડી, ચિકન, મટન ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્‍યો છે અને જો કોઈ પણ વ્‍યક્‍તિ આ પ્રતિબંધનો ભંગ કરશે તો તેમની પાસેથી રૂા.50 હજારનો દંડ વસૂલ કરવાનો પણ નિર્ણય લેવાયો છે.
દૂધની ગામના દરેક ફળિયાના મુખ્‍ય પંચ દ્વારા લેવામાં આવેલ નિર્ણયની ઠેર ઠેરથી પ્રશંસા થઈ રહી છે. કારણ કે, લગ્ન અને મરણના સમારંભમાં લાખો-હજારો રૂપિયાનો દારૂ, બિયર, કોટર, તાડી, ચિકન-મટન પાછળ ખર્ચ કરવામાં આવે છે અને પોતાની સોનાના ટૂકડા જેવી જમીન સસ્‍તા ભાવે વેચીને લોકોને આ મોજ કરાવવામાં આવે છે.
મંગળવારે મળેલી પંચમાં દરેકે અંગૂઠાનું નિશાન કરી પંચ દ્વારા લેવાયેલા નિર્ણયને બહાલી પણ આપી છે. હવે દાદરા નગર હવેલીના દૂધની ગામથી લગ્ન પ્રસંગોમાં દારૂ, બિયર, કોટર, તાડી, ચિકન-મટન વગેરે પાછળ થતાં ખર્ચને રોકી પોતાના સંતાનોને ઉચ્‍ચ શિક્ષણ મળે તે પ્રકારની વ્‍યવસ્‍થા કરવા ઉપર પણ જોર અપાઈ રહ્યું છે.
દાદરા નગર હવેલીની મુક્‍તિના 70 વર્ષ બાદ દૂધની અને વારલી સમાજથી શરૂ થયેલી ચળવળનું અન્‍ય સમાજો પણ અનુકરણ કરશે એવી આશા વ્‍યક્‍ત થઈ રહી છે. દાદરા નગરહવેલીમાં હવે શિક્ષણની ભૂખ ઉઘડી રહી હોવાનું સ્‍પષ્‍ટ દેખાઈ રહ્યું છે.

Related posts

વાપી માર્કેટમાં બાઈક પાર્ક કરી બેઠેલા યુવાનને કાર ચાલકે રીવર્સ મારતા ઉડાડયો, બાલ બાલ બચ્‍યો

vartmanpravah

દમણઃ ભીમપોર ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

વાપીમાં આજે વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાન જન્‍મોત્‍સવની ઉજવણી થશે

vartmanpravah

ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ દ્વારા પારડીના ડુમલાવ ખાતે 71 માં ખેડ સત્‍યાગ્રહ કિસાન રેલીનું થયું આયોજન

vartmanpravah

વાપીની સકલ અને સુરત બદલનારા રેલવે ફલાય ઓવરબ્રિજનો થ્રીડી વ્‍યુજ : 10 હજાર વાહનોની સુગમ અવરજવર થશે

vartmanpravah

રખોલી પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment