August 7, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

નેશનલ હ્યુમન વેલફેર કાઉન્‍સિલ અને ભારતીય સંસ્‍કૃતિ યુવા મંચ દ્વારા સેલવાસ રિવરફ્રન્‍ટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્‍મજયંતિ મનાવવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ,તા.23: દાદરા નગર હવેલી અને દમણ દીવ નેશનલ હ્યુમન વેલફેર કાઉન્‍સિલ અને ભારતીય સંસ્‍કૃતિ યુવા મંચ દ્વારા રિવરફ્રન્‍ટ સેલવાસ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્‍મજયંતિ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય અતિથિ તરીકે સંસ્‍થાના પ્રણેતા સ્‍વામી ત્રિલોકનાથ મહારાજ અને સમાજ સેવક બાબુ ડેરે સહિત સભ્‍યોએ નેતાજીની તસ્‍વીરને પુષ્‍પમાળા અર્પિત કરી એમને યાદ કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે એમના વિચારો સિદ્ધાંતોને જન જન સુધી પહોંચાડવા અને યુવાઓ અને આવનાર પેઢીમાં એમની અલખ જાળવી રાખવાના ઉદ્દેશ્‍યથી આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્‍યો હતો.
આ અવસરે મનીષ મિશ્રા, સૌરભ શુક્‍લા, રાજુભાઈ, અનુજ પાંડે સહિત કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીમાં લાયન્‍સ સાયક્‍લોથોનને મળેલી જ્‍વલંત સફળતા: એક પગલું શિક્ષણ તરફ

vartmanpravah

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોગ ચિંતન શિબિર યોજાઈ

vartmanpravah

દમણ જિ. પં.નાં પ્રમુખ બાબુભાઈ પટેલે આધાર-કાર્ડ બનાવવાના ફૉર્મમાં જિ.પં. પ્રમુખ તથા સભ્‍યોને પણ નાગરિકોનાં વેરિફિકેશનની સત્તા આપવા કરેલી માંગણી

vartmanpravah

કલસર ચેકપોસ્‍ટ પર થાર (જીપ) ચાલકે ઉભેલા યુવક અને કારને ટક્કર મારી થયો ફરાર

vartmanpravah

વાપી બલીઠામાં છેલબટાઉ યુવકને ચાલુ કારમાં મોબાઈલમાં સ્‍નેપ ચેટીંગ ભારે પડયુ, કાર છ ફૂટ ઉછળી

vartmanpravah

કચીગામ પંચાયત વિસ્‍તારનું એક પણ ઘર નળના કનેક્‍શનથી વંચિત નહી રહી જાય તેની તકેદારી લઈ રહેલા સરપંચ અને જિ.પં. સભ્‍ય

vartmanpravah

Leave a Comment