Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરામાં ખુલ્લેઆમ ગેરકાયદેસર ધમધમી રહ્યા છે ઢાબા-દારૂના અડ્ડા

પોલીસ અને એક્‍સાઈઝ વિભાગ દ્વારા કરાતા આંખ આડા કાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.23 : દાદરા નગર હવેલીમાં ખુલ્લેઆમ ઢાબાઓમાં તેમજ કેટલાક બુટલેગરો દ્વારા પોતાના ઘરોમાં દારૂ વેચતો હોવાની બુમરાણ ઉઠી રહી છે. જે સંદર્ભે દાદરા ગામના એક અગ્રણીએ દાદરા દેમણી નહેર પાસે ગેરકાયદેસર રીતે ચાલી રહેલ દારૂના અડ્ડા વિશે એક્‍સાઇઝ વિભાગને માહિતી આપતા એક્‍સાઈઝવિભાગ દાદરાના ઈન્‍ચાર્જે બાતમીના આધારે સ્‍થળની મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ગેરકાયદે દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો. આ કેસમાં એક્‍સાઈઝ વિભાગ દાદરાના ઈન્‍ચાર્જ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરતા મામલાને રફેદફે કરી દીધો હોવાની માહિતી મળી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલીના દાદરા, દેમણી, વાઘધરા વિસ્‍તારમાં મુખ્‍ય રોડ તથા આંતરિક રોડ ઉપર ગેરકાયદેસરના દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે. પોલીસ વિભાગની પેટ્રોલિંગની ગાડીઓ આ વિસ્‍તારમાં ફરતી હોય છે, છતાં કોઈપણ પ્રકારની તપાસ કે કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાની બૂમ ઉઠી રહી છે. ઉપરાંત એક્‍સાઈઝ વિભાગને પણ જાગૃત લોકો દ્વારા ગેરકાયદે ધમધમતી પ્રવૃત્તિઓ બાબતે માહિતી આપવા છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. આ બાબતે લોકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.
દાનહના જુદા જુદા વિસ્‍તારમાં પ્રશાસન દ્વારા ચિકન-મટનના ઢાબા વગેરેને બંધ કારાવવામાં આવ્‍યા હતા અને ખાનવેલ, મધુબન, સેલવાસ વિસ્‍તારમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી હતી, ત્‍યારે એક સવાલ એ પણ ઉઠે છે કે દાદરામાં ગેરકાયદે ધમધમતા ઢાબામાં ગેરકાયદેસર દારૂના અડ્ડા બાબતે પ્રશાસન દ્વારા શા માટે કાર્યવાહી કરવામાં આવતી નથી?
વધુમાં જવાબદાર અધિકારીઓદ્વારા અડ્ડા ચાલવાનારને ઓછી માત્રામાં જ દારૂનો જથ્‍થો સંગ્રહ કરવા માટે કહેવામાં આવ્‍યું હશે એવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે, જેથી કોઈ કાર્યવાહી થાય કે દારૂ પકડાઈ જવાના કિસ્‍સામાં સખત કાર્યવાહીનો સામનો કરવો ન પડે. ચર્ચા એ પણ થઈ રહી છે કે જે વ્‍યક્‍તિ અધિકારીઓને પૈસા પહોંચાડશે એનો જ ગેરકાયદેસર દારૂનો ધંધો ચાલશે. દારૂના અડ્ડા ચલાવનાર અધિકારીઓને એડવાન્‍સમાં પૈસા પહોંચાડી રહ્યા હોવાની પણ ભારે ચર્ચા થઈ રહી છે.

Related posts

દીવના પોલીસ સ્‍ટેશન ખાતે વિધિવત ગણપતિ સ્‍થાપન કરવામાં આવી

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં ચીખલીપાડાની ટીમ વિજેતા બની

vartmanpravah

જલાલપોર તાલુકા પંચાયતનું ખાતમુહૂર્ત કરતાં નવસારી સાંસદ સી.આર.પાટીલ

vartmanpravah

સેલવાસના દયાત ફળિયાના યુવાનની હત્‍યાનો પ્રયાસ કરનાર એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

માઁ વિશ્વંભરીધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાબડા ગામના નિરાધાર અને વિધવા બહેનોને અનાજની કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

ઔરંગા નદીમાં વધુ એકવાર પૂર આવતા વલસાડ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કુદરતી પ્રકોપનો વિનાશ વેરાયો

vartmanpravah

Leave a Comment