Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

74મા પ્રજાસત્તાક દિવસ અને સંઘપ્રદેશના નિર્માણ દિવસ નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશના મુખ્‍યાલય ખાતે મદદનીશ શિક્ષણાધિકારી પરિતોષ શુક્‍લાએ ફરકાવેલો ત્રિરંગો

  • દિશા ન્‍યાવી, દીપક પ્રજાપતિ, લોકેશ મેગ્રે અને અર્પિતા યાદવને યુવા પુરસ્‍કારથી સન્‍માનિત કરાયા

  • ક્રિષ્‍ના કેન્‍સર એઇડ એસોસિએશન દ્વારા ગીત, નૃત્‍ય અને રંગોળી સ્‍પર્ધાના ઈનામોનું કરાયેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30: 74મા ‘પ્રજાસત્તાક દિવસ’ અને સંઘપ્રદેશના ચોથા ‘નિર્માણ દિવસ’ નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ્‍સ એન્‍ડ ગાઈડ્‍સના પ્રદેશ મુખ્‍યાલય ખાતે દાનહના મદદનીશ શિક્ષણ અધિકારી/પ્રદેશ સ્‍કાઉટ ગાઇડ તાલીમ કમિશનર શ્રી પરિતોષ શુક્‍લાએ ત્રિરંગો ફરકાવ્‍યો હતો. આ પ્રસંગે રાજ્‍ય સચિવ સર્મિષ્ઠા દેસાઈ, ક્રિષ્‍ના કેન્‍સર એઈડ એસોસિએશનના પ્રમુખ મીણા તંવર, ફાઉન્‍ડેશનના પ્રમુખ સ્‍તુતિ ગર્ગ, પ્રભાકર ગર્ગ, સ્‍કાઉટ માસ્‍ટર આલોક કુમાર ઝા, ગાઈડ કેપ્‍ટન રૂબીના સૈયદ, ગાઈડ કેપ્‍ટનનીતુ જૈન- જવાહર નવોદય વિદ્યાલય સિલી, ગાઈડ કેપ્‍ટન નિરાલી મિષાી- રેડ ક્રોસ સ્‍કૂલ તથા વિશેષ બાળકો માટે સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપના એક્‍ટિવ મેમ્‍બર આનંદ સી દાનહ હાજર રહ્યા હતા.
કાર્યક્રમનો શુભારંભ અજય હરિજનની આગેવાની હેઠળ સુમન યાદવ, વૈભવ પાંડે અને મિત્તલ ગાંગોડે ટીમ દ્વારા માર્ચ પાસ્‍ટની અદ્‌ભુત રજૂઆત કરવામાં આવી, ત્‍યારબાદ જવાહર નવોદય વિદ્યાલય, વિશેષ બાળકો માટેની રેડક્રોસ શાળા, આઝાદ રોવર રેંજર દ્વારા ગીત, નૃત્‍ય અને રંગોળી સ્‍પર્ધાનું એક વિશેષ સ્‍પર્ધાનું આયોજન કરીને, ક્રિષ્‍ના કેન્‍સર એઇડ એસોસિએશન દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલાને સ્‍મૃતિ ચિહ્ન ભેટ અર્પણ કરીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જેમાં આદિત્‍ય શુક્‍લાએ ગીતમાં પ્રથમ, નૃત્‍યમાં પ્રથમ અને દ્વિતીય સ્‍થાન જવાહર નવોદય વિદ્યાલયને ફાળે ગયું હતું. જ્‍યારે રંગોળી સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે પ્રતિભા જયવાલ, બીજા ક્રમે પદમા જયવાલે પ્રાપ્ત કર્યું હતું. સાથે રેડક્રોસ શાળાના વિશેષ તમામ ભાગ લેનાર બાળકોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમનું સંચાલન અજય હરિજન અને ભાવના તિવારીએ સંયુક્‍ત રીતે કર્યું હતું.

Related posts

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલના નેતૃત્‍વમાં રીંગણવાડા સ્‍કૂલ ખાતે કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

સેલવાસ હિન્‍દી પ્રાથમિક શાળાને ન.પા. પ્રમુખ રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે સંગીતના સાધનોની અપાયેલી ભેટ

vartmanpravah

વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 138 ગામોમાં ‘‘મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિચર્સ ઈન્‍સ્‍ટિટયૂટના નર્સિંગ કોલેજની કન્‍સ્‍ટ્રક્‍શન સાઈટ પરથી ચોરી કરનાર ચાર આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

દમણમાં વિવિધ મંડળો દ્વારા સ્‍થાપિત અઢી દિવસની શ્રીજીની મૂર્તિનું કરાયેલું વિસર્જન

vartmanpravah

વલસાડના ઓવાડા અને કેવાડા ગામમાં એક જ રાતમાં દિપડાએ બે અબોલ પશુ બળદોનો શિકાર કરતા ભયનો માહોલ

vartmanpravah

Leave a Comment