January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ખડકીમાં સરકારી અનાજનો જથ્‍થો સગેવગે થાય તે પહેલાં જાગૃત નાગરિકોએ ટેમ્‍પો ઝડપ્‍યો

વાપી રાતાનો દયાળસિંગ પુરોહિત ટેમ્‍પામાં ચોખાનો જથ્‍થો લઈને જતો હતો : પોલીસે 500 કિલો જથ્‍થો કબજે લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: પારડીના ખડકી ગામે ગરીબો માટેના રેશનિંગ અનાજનો ભરીને જઈ રહેલાટેમ્‍પોને જાગૃત નાગરિકોએ અટકાવીને પોલીસને જાણ કરી હતી. પોલીસે અંદાજીત 500 કિ.ગ્રા. ચોખાનો જથ્‍થો કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ખડકી ગામે કાર્યરત વર્ષાબેન ધનસુખભાઈ પટેલની દુકાનમાંથી સરકારી રેશનિંગ અનાજનો જથ્‍થો બ્‍લુ કલર, થ્રી વ્‍હિલર ટેમ્‍પો નં.જીજે 15 એ.યુ. 9972માં ભરીને લઈ જવાઈ રહ્યો હતો. ત્‍યારે ગામના જાગૃત નાગરિકોને ધ્‍યાને આવતા નિશાળ ફળિયા આગળ અટકાવ્‍યો હતો. આ બાબતે ટેમ્‍પો ચાલક દયાળસિંગ બુધસિંગ રાજપુરોહિત રહે.વાપી રાતા ગોળ ગોળ જવાબ આપ્‍યો હતો તેથી ગ્રામજનોએ પારડી પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્‍થળે આવીને ટેમ્‍પો ચાલકની પૂછપરછ કરી ટેમ્‍પામાં રાખેલ અંદાજીત 500 કિ.ગ્રા. ચોખાનો જથ્‍થો અને ટેમ્‍પો પો.સ્‍ટે.માં લઈ જવાયો હતો. ટેમ્‍પોમાં થોડી ખાલી બોરી પણ હતી. જથ્‍થો સરકારી છે કે કેમ તે પુરવઠા વિભાગને પોલીસે જાણ કરી છે. રિપોર્ટ બાદ વધુ તપાસ ધરવામાં આવશે.

Related posts

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૫ વર્ષમાં ૨૬૦૧૯ દસ્તાવેજો મહિલાઓના નામે થયા, સરકારે રૂ. ૨૮.૬૪ કરોડની નોંધણી ફી કરી માફ

vartmanpravah

વલસાડ તા.પં. ભાજપ સભ્‍યના રહેઠાણમાં દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

દાનહના નરોલી સોલંકી પરિવાર દ્વારા અંતિમરથનું લોકાર્પણ કરાયું

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 લોકસભાની દમણ અને દીવ બેઠક માટે નવેમ્‍બર, 1987માં યોજાયેલ પેટા ચૂંટણીમાં ગોપાલદાદા 59.76 ટકા મત સાથે વિજેતા બન્‍યા હતા

vartmanpravah

ચીખલી તાલુકામાં ત્રણ શિક્ષક સહિત ચાર જેટલા કોરોના પોઝિટિવ: આરોગ્‍ય વિભાગે તકેદારીના પગલાં લેવાની તજવીજ હાથ ધરી

vartmanpravah

Leave a Comment