(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આયોજિત ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં સેલવાસની લાયન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના વિદ્યાર્થીઓનું પરિણામ 99.4% આવ્યું છે. જેમાં આયુષ ઝા 96.40% સાથે પ્રથમ, સિદ્દિકા કાલીયા 96% સાથે દ્વિતીય અને આદિત્ય નાયક 95.80%, ઈસા સાઈરા પ્રીપીન 95.80% અને દક્ષ મોહતાએ 95.80% પ્રાપ્ત કરતા સંયુક્ત રીતે ત્રીજા ક્રમે રહ્યા હતા.
સિદ્વી બદલ શાળાના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણ અને વાઇસ ચેરમેન શ્રી એ.ડી.નિકમ તથા ટ્રસ્ટીગણોએશિક્ષકો તથા વિદ્યાર્થીઓની અથાક મહેનત માટે પ્રશંસા કરી હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી. શાળાના પ્રભારી આચાર્ય શ્રીમતી નિરાલી પારેખે પણ વિદ્યાર્થીઓને શુભકામના આપી.