Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

પરિયારી ભાજપ મંડળના અધ્‍યક્ષ બનતા શ્‍યામ વિષ્‍ણુ હળપતિઃ ભાજપનો જનાધાર ઔર વધુ મજબૂત બનવાની ધારણાં

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયા, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ મહેશ આગરિયા અને પ્રદેશ ભાજપ સચિવ જીજ્ઞેશ પટેલે શ્‍યામ વિષ્‍ણુ હળપતિને મંડળ અધ્‍યક્ષનો સુપ્રત કરેલો નિયુક્‍તિ પત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : દમણ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભાજપના સંગઠનને અસરકારક અને પ્રભાવી બનાવવા માટે વિવિધ મંડળોના અધ્‍યક્ષોની શરૂ કરેલી વરણીની કડીમાં ગઈકાલે પરિયારી મંડળના પ્રમુખની જવાબદારી નવયુવાન કાર્યકર શ્રી શ્‍યામ વિષ્‍ણુ હળપતિને સુપ્રત કરવામાં આવી હતી.
શ્રી શ્‍યામ વિષ્‍ણુ હળપતિની પકડ પરિયારી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં મજબૂત હોવાથી તેમની કરેલી નિયુક્‍તિથી ભાજપનો જનાધાર વધુ મજબૂત બનશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.
આ પ્રસંગે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાની અધ્‍યક્ષતામાં આયોજીત અને પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા અને પ્રદેશ ભાજપ સચિવ શ્રી જીજ્ઞેશ પટેલની ઉપસ્‍થિતિમાં પરિયારી ભાજપ મંડળના અધ્‍યક્ષ તરીકે શ્રી શ્‍યામવિષ્‍ણુ હળપતિની સર્વ સહમતિથી પસંદગી કરવામાં આવી હતી.
દરમિયાન દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ ભાજપ સચિવ શ્રી જીજ્ઞેશ પટેલે શ્રી શ્‍યામ વિષ્‍ણુ હળપતિને નિયુક્‍તિ પત્ર સુપ્રત કરી અભિનંદન આપ્‍યા હતા.
શ્રી શ્‍યામ વિષ્‍ણુ હળપતિએ તેમને આપેલી જવાબદારીને પોતાની નિષ્‍ઠાથી બજાવવા વચન આપ્‍યું હતું અને ભાજપ પદાધિકારીઓએ તેમના ઉપર મુકેલા વિશ્વાસ બદલ આભાર પણ પ્રગટ કર્યો હતો.
આ કાર્યક્રમમાં દમણ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજીવભાઈ ભટ્ટ, ઘેલવાડ ભાજપ મંડળના પ્રમુખ શ્રી અમ્રતભાઈ પટેલ, દાભેલ ભાજપ મંડળ પ્રમુખ શ્રી ભાવેશ પટેલ તથા દમણ જિલ્લા ભાજપ મંત્રી શ્રી કિરીટભાઈ દમણિયા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી, દમણ અને દાનહના પાલ સમાજનો સેલવાસમાં યોજાયો હોળી સ્‍નેહમિલન સમારંભ

vartmanpravah

સેલવાસ ન.પા.એ ‘અગ્નિપથ’ યોજના રથને લીલી ઝંડી બતાવી રવાના કરી

vartmanpravah

નાના વાઘછીપામાં નહેરમાં વૃદ્ધા પડતા મોત

vartmanpravah

વલસાડના સરદાર પટેલ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે રમાયેલી અંડર-23 કર્નલ સી.કે. નાયડુ ટ્રોફીમાં ગુજરાત તરફથી રમતા દમણના સરલ પ્રજાપતિએ જમ્‍મુકાશ્‍મીરની ટીમ સામે કરેલું ભવ્‍ય પ્રદર્શનઃ ગુજરાતનો 8 વિકેટથી વિજય

vartmanpravah

દાનહઃ મોરખલના ધોડીપાડા, ડુંગરીપાડાનો ખનકી ઉપરનો મુખ્‍ય રસ્‍તો ધોવાઈ જતા હાલાકી

vartmanpravah

પ્રગટેશ્વર મહાદેવ મંદિર આછવણીના ૩૮મા નિર્માણ દિન મહોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment