April 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદાના સિણધઈ ગામે દીપડાએ ધોળા દિવસે બે ખેત મજૂરો પર હુમલો કરતા લોહી લુહાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.03: વાંસદા તાલુકાના સિણધઈ રાજમલા ગામે શુક્રવારની સવારના સમયે ખેત મજૂરો ખેતી કામ કરી રહ્યા હતા. દરમ્‍યાન ખેતરમાં સંતાઈ રહેલ દીપડાએ એકા એક બે મજૂર ઉપર હુમલો કરતા નાસ ભાગ મચી જવા પામી હતી. ધોળા દિવસે બે ખેત મજૂર પર દીપડાએ હુમલો કરતા સ્‍થાનિકોમાં ફફડાટ વ્‍યાપી જવા પામ્‍યો હતો.
છેલ્લા કેટલાક સમયથી દીપડો અવાર નવાર જિલ્લામાં રાત્રીના સમયે કે દિવસ દરમ્‍યાન લટાર મારતાં હોવાનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્‍યારે શુક્રવારની સવારના સમયે વાંસદાનાં સિણધઈ ગામે ખેત મજૂરો પર હુમલાની ઘટનાને લઈ સ્‍થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામમાં કે ઘરમાં ઘુસી પશુ મારણ કરનાર દીપડો હવે ધોળે દિવસે પણ શિકારની શોધમાં નીકળી આવતાં લોકોમાંભયનો માહોલ સર્જાયો હતો. જોકે ઘટનાને પગલે વન વિભાગ દ્વારા જરૂરી સર્વે કરી પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

દમણની સુપ્રસિદ્ધ પોલીકેબ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રેસિડેન્‍ટ રમેશ કુંદનાનીના માર્ગદર્શન અને કુશળ નેતૃત્‍વમાં થયેલો આરંભ

vartmanpravah

સંઘપ્રદેશ માટે ગૌરવપ્રદ ઘટના: દાનહ અને દમણ-દીવની ગર્લ્‍સ અને બોયઝની ફૂટબોલ ટીમ નેશનલ કક્ષાએ ટુર્નામેન્‍ટમાં ભાગ લેશે

vartmanpravah

ચીખલી હાઈવે ચાર સ્‍તા પાસે ખાડાઓના સામ્રાજ્‍યથી અવાર નવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્‍યા

vartmanpravah

ધરમપુર-બામટી સહિત વિવિધ કેરી માર્કેટમાં કેરીની બમ્‍પર આવકથી ભાવો ઘટયા

vartmanpravah

અનાવલ ડિવિઝનના તાબામાં આવતા સારવણી નવાનગરમાં વીજ કંપનીના બેદરકારી ભર્યા વહીવટ વચ્‍ચે ટ્રાન્‍સફોર્મર ઝુલા ખાઈ રહ્યું છે

vartmanpravah

આંખના દર્દીઓના લાભાર્થે ધરમપુર વિલ્સન હિલ પર હાફ મેરેથોન યોજાઈ, ૭૦૦ દોડવીરો દોડ્યા

vartmanpravah

Leave a Comment