(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: ‘દેને કો ટુકડા ભલા લેને કો હરી નામ..’ જેવા સેવાના કામો અનેક લોકોના પેટની આંતરડી ઠારતું સદા વ્રત જેના સંતના નામ થી આજે પણ ગુજરાતના ખૂણે ખૂણે ચાલે છે એવા સંત શ્રી જલારામ બાપાના વાપી ખાતે આવેલા મંદિરે શ્રાવણ માસ સમગ્ર 30 દિવસ સુધી સતત મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા જલારામ બાપાના મંદિરે સમાન્ય સંજોગોમાં દર ગુરૂવારે ખીચડી-કઢી અને શાકનો મહાપ્રસાદ યોજાય છે. અહીંઆવનારા તમામ લોકોને ભોજન પીરસવાની તેમજ અનેક સેવાકીય કામગીરી આપતા સેવકો દ્વારા આજે શ્રાવણ મહિના રવિવારે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું હતું. મંદિરમાં સેવા આપતા સેવકો દ્વારા પણ બાપાના સિદ્ધાંતો સાથે લોકસેવામાં આજે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં સેવા આપવા આવનારા અનેક સેવકો શિયાળો, ઉનાળો હોય કે ચોમાસોનો ધોધમાર વરસાદ તેમ છતાં પણ ગુરૂવારના દિવસે આ તમામ સેવકો હજારો લોકોને મહાપ્રસાદ પીરસવા તેમજ રસોડામાં વિવિધ પ્રકારની સેવાઓ આપવા માટે આવતા હોય છે આ તમામ સેવકોને લીધે જ મોટાભાગની કામગીરી અહીં ખૂબ આસાનીથી થાય છે ત્યારે આ સેવકો દ્વારા આજે શ્રાવણના છેલ્લા દિવસે જલારામ બાપાના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.