(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.31: વાપીની ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ, વાપીનો રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.)નો કેમ્પ બરૂમાળ ગામમાં યોજાયો હતો. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસના હેતુસર સદર કોલેજના એલ.એસ.એસ. ના સ્વયંસેવકો ગામમાં જઈ, ગામનાલોકોની મુલાકાત લઈ, પરિસ્થિતિ જાણીને, લોકો સાથે વાર્તાલાપ કરીને વ્યક્તિ સમાજના વિકાસ માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. સદર કેમ્પમાં 50 સ્વયંસેવકો સાથે 4 સ્ટાફ મિત્રોએ કેમ્પમાં ભાગ લઈ બરૂમાળનું પ્રખ્યાત મંદિરની આજુબાજુના વિસ્તારની સફાઈ કરી હતી. મંદિરના મુલાકાતીઓ તથા શાળની વિદ્યાર્થીનીઓ માટે દૈનિક 1000 વ્યક્તિઓ માટે ચા-નાસ્તો તેમજ બપોર અને સાંજના ભોજન આપવામાં આવે છે. આ ભોજન બનાવવા તથા પીરસવા માટે સ્વયં સેવકોએ કેમ્પ દરમ્યાન દરરોજ સેવા પૂરી પાડી હતી. તેમજ સામાજિક જાગૃતિ, શેરી નાટક, પ્રભાત ફેરી, કપડાં વિતરણ, યોગાસન, વૃક્ષોના ઝાડના થડને કલરકામ તથા વિદ્યાર્થીઓ સાથે રમતો રમાડી એમનો ઉત્સાહ વધારવા ભેટો આપી હતી. ગામમાં આવેલ ગૌશાળાની સફાઈ તેમજ ગૌ-સેવા કાર્ય કર્યુ હતું. કેમ્પ દરમ્યાન રોજ સાંજે ગામના લોકોને ભેગા કરીને સાંસ્કળતિક કાર્યક્રમો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે, શિક્ષણ અંગે, રોજગારી અંગે અને સહભાગીતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આમ, એન.એસ.એસ. કેમ્પનો કાર્યક્રમ સફળ રહેતા કોલેજના આચાર્ય ડો.પુનમ બી. ચૌહાણે તથા ટ્રસ્ટીગણોએ કોલેજના એન.એસ.એસ. યુનિટના પ્રોગ્રામ ઓફીસર પ્રો. ખુશ્બુ બી. દેસાઈ, સ્વયં સેવકો તેમજ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યોહતો.