Vartman Pravah
ગુજરાતવલસાડવાપી

વાપી મોરાઈ હાઈવે ઉપર વેફર ભરેલ કન્‍ટેનરમાં અચાનક આગ ભભૂકતા દોડધામ

કન્‍ટેનર રોડ સાઈડ પાર્કિંગ કરેલુ હતુ તેમ છતાં કેમ આગ લાગી, કારણનું રહસ્‍ય અકબંધ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07 : વાપી નેશનલ હાઈવે ઉપર આજે મંગળવારે સવારે એક વેફર ભરેલ કન્‍ટેનરમાં અચાનક આગ લાગતા હાઈવે ઉપર દોડધામ મચી જવા પામી હતી.
વાપી નેશનલ હાઈવે મોરાઈ ફાટક નજીક રોડ સાઈડ પાર્કિંગમાં કન્‍ટેનર નં.જીજે 15 એટી 5051 પાર્ક કરેલુ હતું. આજે સવારે અચાનક બંધ કન્‍ટેનરમાંથી ધુમાડો દેખાતા લોકો ભેગા થઈ ગયા હતા.કન્‍ટેનર ચાલક અને લોકો ફાયરને ફોન કરતા બે ફાયર ફાયટરો ઘટના સ્‍થળે ધસી આવ્‍યા હતા અને તાબડતોબ આગને બુઝાવી દેવાઈ હતી. બીજી તરફ કન્‍ટેનરમાં ભરેલ વેફરનો જથ્‍થો બહાર કાઢી નંખાતા ઘણું ખરું માલ-સામાનનું નુકશાન થતું અટક્‍યું હતું. કન્‍ટેનર બંધ હાલતમાં હોવા છતાં આગ કેમ લાગી એ રહસ્‍ય અકબંધ રહ્યું છે.

Related posts

વાપી તેરાપંથ યુવક પરિષદ દ્વારા 17 સપ્‍ટેમ્‍બરે રક્‍તદાન અમૃત મહોત્‍સવ યોજાશે

vartmanpravah

નગરના લોકોના રક્ષણની જવાબદારી ઉઠાવતી પારડી પાલિકા

vartmanpravah

નારગોલ શ્રી નિર્મલા દેવી સહજોગ ટ્રસ્‍ટ દ્વારા સહષાારધામ નારગોલ ખાતે ભવ્‍ય પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો

vartmanpravah

જે.પી.પારડીવાલા આર્ટ્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ કિલ્લા-પારડી ખાતે એનએસએસના ઉપક્રમે ઈ-એફઆઈઆર એપની માહિતીના કાર્યક્રમનું આયોજન

vartmanpravah

આજે વાપીમાં વીઆઈએ તથા વીજીઈએલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે

vartmanpravah

નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇનો વલસાડ અને નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment