September 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામની ઈબુરોન લાઈફ સાયન્‍સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: સરીગામ જીઆઇડીસીમાં કાર્યરત ઈબુરોન લાઈફ સાયન્‍સ પ્રાઈવેટ લિમિટેડ કંપની પ્રિમાઈસીસમાં આજરોજ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકાના ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ સમિતિના પ્રાદેશિક અધિકારીશ્રી એ. ઓ. ત્રિવેદી અને એસઆઈએના અગ્રણી ઉદ્યોગપતિઓના હસ્‍તે વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું.
ઈબુરોન લાઈફ સાયન્‍સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના માલિક અને સંચાલક શ્રી નીતિનભાઈ ઓઝા અને શ્રી રાજેશભાઈ લાડના સંચાલન હેઠળ આયોજિત વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના કાર્યક્રમમાં એસઆઇએના પ્રમુખ શ્રી નિર્મલભાઈ દુધાની, સેક્રેટરી શ્રી કૌશિકભાઈ પટેલ, એડવાઈઝર કમિટીના ચેરમેન શ્રી શિરીષભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ ભટ્ટ, પૂર્વ સેક્રેટરી શ્રી સમીમભાઈ રિઝવી, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જે કે રાય, શ્રી સજ્જનભાઈ મુરારકા, શ્રી હેમંતભાઈ મંડોલી, શ્રી રૂવાબઅલી ખાન, શ્રી કિર્તીભાઈ રાય સહિત મોટી સંખ્‍યામાં ઉદ્યોગપતિઓની હાજરી જોવા મળી હતી.

Related posts

બાળકોના કુપોષણને નાબૂદ કરવા સંઘપ્રદેશમાંથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણવાડા ગ્રા.પં.ની તમામ આંગણવાડીમાં નોંધાયેલા કુપોષિત બાળકોની જવાબદારી લેતા નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત

vartmanpravah

આજે વાપીમાં રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા સ્‍વ. મંજુબેન દાયમાની 15મી પુણ્‍યતિથિએ રક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah

ચીખલીની ફડવેલ પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં પાયાનો ભાગ બેસી જતા અને ઠેરઠેર તિરાડો પડતા સ્થાનિકોમાં રોષ

vartmanpravah

વાપીથી ટ્રેનમાં બિહાર સમસ્‍તીપુર જવા નિકળેલ યુવાન ટ્રેનમાંથી ગુમ

vartmanpravah

વાપી સિંધી એસોસિએશનની આવકારદાયક પહેલઃ તબીબી ક્ષેત્રે નામના ધરાવતા 26 ડૉક્‍ટરોનું કરવામાં આવ્‍યું સન્‍માન

vartmanpravah

સંઘપ્રદેશમાં ભાજપ કોંગ્રેસ શિવસેના કે અપક્ષો સહિત તમામ રાજકીય-જૂથો પાસે નથી કોઈ એજન્‍ડા કે વિકાસની દીર્ઘદૃષ્‍ટિ

vartmanpravah

Leave a Comment