Vartman Pravah
Breaking Newsવાપી

વાપીને દેશમાં પ્રથમ કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રાલય દ્વારા પાણી વ્‍યવસ્‍થાપન માટે રાષ્‍ટ્રીય જળ પુરસ્‍કાર મળ્‍યો

પાલિકાના ઈજનેર સંજય ઝાની પાણી માટેની મોબાઈલ એપ્‍લીકેશન અને સ્‍કાડા સિસ્‍ટમને બે રાષ્‍ટ્રીય એવોર્ડ મળી ચૂક્‍યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11
કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રાલય દ્વારા પાણીના વ્‍યવસ્‍થાપન ઉપયોગ માટે શહેરી પાલિકા તરીકે દેશમાં પ્રથમ હોવાની જાહેરાત સાથે રાષ્‍ટ્રીય જળ પુરસ્‍કાર એવોર્ડ પ્રાપ્ત થયો છે. જેથી વલસાડ જિલ્લાનું નામ વાપી પાલિકાએ દેશમાં રોશન કર્યુ છે.
વાપી પાલિકાને માર્ચ ર0ર1માં ઈજનેરની વિશ્વમાં પ્રથમ પાણી, ગટરની સરળ વ્‍યવસ્‍થા માટે વસ્‍તી આધારિત મોબાઈલ એપ્‍લીકેશન અને સ્‍કાડા સિસ્‍ટમને બે રાષ્‍ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયા હતા. તે શ્રેણીમાં હવે દેશમાં વાપી પાલિકાએ પ્રથમ નંબરે આવી રાષ્‍ટ્રીય જળ પુરસ્‍કારમેળવ્‍યો છે. કેન્‍દ્રીય જળ મંત્રાલય દ્વારા વડોદરા, જિલ્લા વાપી પાલિકા, તખતગઢ(સાબરકાંઠા) તથા આઈ.આઈ.ટી. ગાંધીનગરે જળ સંસાધનોનો ઉપયુક્‍ત વ્‍યવસ્‍થાપન અને ઉપયોગ બદલ ર0ર0ની વિવિધ શ્રેણીમાં રાષ્‍ટ્રીય જળ પુરસ્‍કારની જાહેરાત કરી હતી.
તેમાં દેશમાં વાપી પ્રથમ નંબરે આવતા વાપી વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્‍યો હતો. વાપી પાલિકા પ્રથમ આવવા માટેનો શ્રેય ઈજનેર સંજય ઝાને જાય છે. તેઓ વિશ્વમાં પ્રથમ પાણી-ગટરની સરળ વ્‍યવસ્‍થા માટે વસ્‍તી આધારીત મોબાઈલ એપ્‍લીકેશન અને સ્‍કાડા સિસ્‍ટમને બે રાષ્‍ટ્રીય એવોર્ડ મળી ચૂકયા છે. ર4 કલાકમાં ગમે તે સ્‍થળે પાણી મળી રહે તેવી યોજનાની તૈયારી ચાલી રહી છે. પાણી વિતરણ વ્‍યવસ્‍થામાં સુધારી આવ્‍યો છે.

Related posts

દમણમાં દિલ્‍હીની તર્જ ઉપર બનાવવામાં આવેલ બસ સ્‍ટેન્‍ડના બોલાવેલા ભૂક્કા

vartmanpravah

રક્‍તબીજ અસુરને મારવા મહાકાળીનો અવતાર થયો છે!! : પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

શ્રી સ્‍વામી સમર્થ સેવા કેન્‍દ્ર વાપી, દમણ (દિંડોરી પ્રણિત) દ્વારા નાની દમણ ખારીવાડ ઝરીમરી માતાના મંદિરમાં એક દિવસીય બાળ સંસ્‍કાર શિબિર યોજાઈ

vartmanpravah

દમણ ભાજપ દ્વારા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

ખેલો ઈન્‍ડિયા સ્‍કૂલ ગેમ્‍સ હેઠળ મોટી દમણ ફુટબોલ ગ્રાઉન્‍ડ ખાતે ખેલાડીઓની પસંદગી કરાઈ

vartmanpravah

જૂની પેન્‍શન યોજના સહિતનાં પડતર પ્રશ્નોનાં સંતોષકારક ઉકેલનાં આવેદનપત્ર સાથે રાજયભરનાં સરકારી કર્મચારીઓ ગાંધીનગર ઉમટયા

vartmanpravah

Leave a Comment