June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી-ખેરગામ વાડ ખાડીના બ્રિજની જર્જરિત રેલીંગના સમારકામ માટે ગાંધીનગરથી ઉચ્‍ચ અધિકારીઓની સૂચના બાદ પણ સ્‍થાનિક અધિકારીઓ ઘોર નિંદ્રામાં

ગાંધીનગરની તપાસ ટીમે પુલના સળિયા અને રેલિંગ ખરાબ થઈ ગઈ હોય તેને સુધારવા માટે સૂચના આપી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.08: ચીખલીથી ખેરગામને જોડતા મુખ્‍યમાર્ગ પર વાડ ખાડી પર આવેલ પુલની જર્જરિત હાલત અકસ્‍માતને નોતરું આપી રહી હોય આ બાબતે ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ પણ કરી સૂચના આપી હોવા છતાં સ્‍થાનિક તંત્રના અધિકારીઓની ઊંઘ નહિ ઉડી હોવાની પ્રતિતિ હાલની પરિસ્‍થિતિ જોઈને જણાય રહ્યું છે.
ચીખલીથી પસાર થતો ખેરગામ તાલુકાને જોડતો રાજ્‍ય ધોરી માર્ગ પર વાડ ખાડી નદી પરનો બ્રિજ આશરે 25 વર્ષ જૂનો હોઈ અને હાલમાં જર્જરિત સાથે ખખડધજ રેલીંગમાંથી સળિયા બહાર નીકળતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ચીખલી તાલુકામાંથી જતો રાજ્‍ય ધોરી માર્ગ ખેરગામ તાલુકાને જોડતો માર્ગ પર વાડ ખાડી નદીપર વર્ષોથી બનેલો આ બ્રિજને જલ્‍દી મરામત કરવામાં નહિ આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, આ બાબતે વધુ તપાસ હાથ ધરતા ચોંકાવનારી માહિતી એ મળી કે આ પુલની જર્જરિતા બાબતે ગાંધીનગરની તપાસ ટીમ દ્વારા તપાસમાં આ પુલના સળિયા અને રેલિંગ ખરાબ થઈ ગઈ હોય સુધારા માટે સૂચના આપી હતી.
માત્ર મલાઈદાર કામો અને ટકાવારીમાં જ રસ દાખવતા સ્‍થાનિક તંત્રના અધિકારીઓ દ્વારા આ બાબતે સમારકામ બાબતે નીરસ વલણ જ દાખવ્‍યું જેના પાપે આજે પણ આ પુલની હાલત જોખમી જણાય રહી છે.
ઉચ્‍ચ અધિકારીઓના આદેશની પણ અવગણના કરનાર સ્‍થાનિક તંત્રને ઉચ્‍ચ અધિકારીઓ ફરજના પાઠ શીખવે તે આવશ્‍યકતા વર્તાય રહી છે.

Related posts

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં મતદાન જાગૃકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીમાં આજે આયુષ્‍યમાન કાર્ડ અને શ્રમિક કાર્ડ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાશે

vartmanpravah

સ્‍વાધ્‍યાય પરિવારના લાખો યુવાનોના સ્વૈચ્છિક સહભાગથી પથનાટય દ્વારા ઉજવાઈ રહેલી જન્‍માષ્‍ટમી

vartmanpravah

ચીખલીના સમરોલીની પ્રાથમિક શાળાના બાંધકામમાં વેઠ ઉતારાતા ગ્રામજનો સાથે સરપંચ અને તલાટીએ પંચક્‍યાસ કરી રેતીના સેમ્‍પલો લઈ કામ અટકાવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી ખર્ચ નિરિક્ષકશ્રી ડો. રંજન અગ્રવાલે ચૂંટણી ખર્ચની બાબત સાથે સંકળાયેલી વિવિધ ટીમોના નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના બેફામઃ એકજ દિવસમાં 107 પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment