(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.20: ગુંદલાવ ગામે શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ તથા એન.ડી.પી. ગ્રુપ ગુંદલાવ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા 211 જેટલી રક્ત બોટલ એકત્ર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વલસાડના ધારાસભ્ય અને વલસાડ કોળી સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી શશીભાઈ પટેલ, મંત્રીશ્રી રોહિતભાઈ પટેલ, ગુંદલાવ ગામના સરપંચ શ્રી નીતિનભાઈ પટેલ, સામાજિક આગેવાનકેયુરભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ, ગુંદલાવ ગામના સભ્યઓ અને એન.ડી.પી ગ્રુપના તમામ કાર્યકર્તા મિત્રો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
