Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુખાલા ગામે વલસાડ જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો : મોટી સંખ્‍યામાં દર્દીઓએ લાભ લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલા ખાતે જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો હતો. માજી મંત્રી કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી અને ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરી આયુષ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્‍યો હતો. આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ-ગાંધીનગર અંતર્ગત વલસાડ જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા આ આયુષ મેળાનું આયોજન થયું હતું.
આ પ્રસંગે માજી મંત્રી કપરાડા ધારાસભ્‍યજીતુભાઈ ચૌધરીએ જણાવ્‍યુ હતુ કે, સ્‍થાનિક વિસ્‍તારના લોકોને ધ્‍યાનમાં લઈને નવું આયુર્વેદિક દવાખાનાની માંગને લઈને આયુર્વેદિક દવાખાનાનો આ વિસ્‍તારમાં લાભ મળે, નવું દવાખાનાની જરૂરિયાત હોવાનું જણાવ્‍યું હતુ. આયુર્વેદ અને હોમિયોપેથીક એવું છે. અસર ધીમે થાય છે પણ એનાથી આડઅસર કોઈ થતી નથી. આયુર્વેદ એટલે રાજા મહારાજાઓ સતીયુગ, કળિયુગ અને સતયુગની અંદર જે દવાઓ વાપરતાં એ આયુર્વેદ જ હતો ત્‍યારે સ્‍થાનિક લોકોને પણ એલોપેથી દવાઓ સિવાય વધુમાં વધુ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
વલસાડ આયુર્વેદિક ડૉ.મનહર ચૌધરીએ જણાવ્‍યું કે, આજરોજ સાંઈધામ ગાર્ડન સુખાલા ખાતે આયુષ મેળા અંતર્ગત આપણે આયુર્વેદ અને હોમિયોપથી આયોજન કરવામાં આવ્‍યું છે. આજના કેમ્‍પમાં ચાર્ટ પ્રદર્શન દ્વારા દિનચર્યા ઋતુચરીયા ઘર આંગણાની ઔષધીઓ વિશે મુક્‍ત અવસ્‍થાનો માર્ગદર્શન હોમિયોપેથી સારવાર અંગે માહિતી આપી હતી. જેથી વાનગીઓ બનાવવાની રેસીપી શીખીને ઘરે પણ બનાવી શકો છો. વલસાડ જિલ્લામાં જ્‍યાં તમામ પ્રકારની આયુર્વેદ અને પછી સારવાર ઉપલબ્‍ધ છે. આયુર્વેદનું લક્ષ્ય સ્‍વસ્‍થ વ્‍યક્‍તિના સ્‍વાસ્‍થ્‍યનું રક્ષણ કરવું છે તે ઉપરાંત સ્‍વસ્‍થ વ્‍યક્‍તિ આખી જીવન પદ્ધતિ છે. આપણેબધાએ પોતપોતાની પ્રકળતિનું પરીક્ષણ કરાવું જ જોઈએ અને પોતાની પ્રકૃતિ અનુસાર આપણે ખાનપાન અને સારી કાળજી રાખીએ તો આપણે આયુર્વેદ દિનચર્યા અને વગેરે વગેરે એટલે કે કોઈપણ જાતના રોગકાર આપણે લાંબુ જીવન સ્‍વસ્‍થ રીતે કઈ રીતે જીવી શકીએ છે.
માજી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રકાશભાઈ પટેલે ઉપસ્‍થિત મહાનુભાવો ડૉક્‍ટર મહાનુભાવો લાભાર્થી મિત્રો ભાઈઓ, બહેનો સૌ પ્રથમ મારા ગામમાં સુંદર સાંઈ ધામમાં સરકારશ્રીની જે વિચારધારા લઈને વલસાડ જિલ્લાની ટીમ એક સેવા માટે આવી છે. સરકાર જ્‍યારે આપણું આટલું વિચારતી હોય લોકોના હિત માટે એવું સુંદર આયોજન કરતું તો શા માટે આપણે લોકોને એની જાણ કરીએ લોકોને તો ઉત્‍સાહિત કરીએ અને બીમારીમાંથી મુક્‍ત થઈ શકાય. આ વિસ્‍તારમાં એક સમાજસેવક તરીકે વિનંતી કરું કે ડોક્‍ટર મિત્રો તમારી જેવી ફરજ છે એ ફરજ ને પ્રેમથી હસતો દર્દી મોકલાવશો. એક આયુર્વેદિક ગાર્ડન બનાવવાની ખાત્રી આપી જ્‍યારે મને કહેશો ત્‍યારે તમને સુવિધા કરી આપવાની ખાતરી આપી હતી.
આયુષ મેળામાં વિવિધ પ્રકારના આયુર્વેદિક ઉપચાર સહિત વિવિધ માહિતી પુરા પાડતા સ્‍ટોલ પણ પ્રદર્ષિત કરવામાં આવ્‍યા હતા. જેમા આયુર્વેદિક નિદાન સારવાર જનરલ ઓ.પી.ડી, બાળરોગ,સ્ત્રી રોગ, ડાયાબિટીસ, પંચકર્મઓ.પી.ડી, સુવર્ણ પ્રાશન, યોગ, આયુર્વેદિક. આયુષની વિવિધ પદ્ધતિઓ દ્વારા થતા નિદાન અને સારવાર મેળાનો સાંઈ ધામ સુખાલા ખાતે મોટી સંખ્‍યામાં લોકોએ લાભ લીધો હતો. આ મેળામાં આયુર્વેદ તથા હોમિયોપેથી દ્વારા વિવિધ રોગો જેવા કે પાચન તંત્રના રોગો, મળમાર્ગના રોગો, શ્વસન તંત્રના રોગો, મુત્રમાર્ગના રોગો, સાંધાના રોગો, ચામડીના રોગો, વાળના રોગો, અંતઃષાાવી તંત્ર/હોર્મોનલ રોગો, લાઇફ સ્‍ટાઇલ રોગો, મહિલાઓના રોગો, બાળકોના રોગો અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યુ હતુ. ઉપસ્‍થિત ડૉ.હેમીલ પટેલ, ડૉ.પિયુષ પટેલ, ડૉ.જીતેન્‍દ્ર દેસાઇ, ડૉ.કેતન વ્‍યાસ, ડૉ.તેજસ પટેલ, ડૉ.ધર્મિષ્ટા પટેલ, ડૉ.ફાલ્‍ગુની પટેલ, ડૉ.ભાવિન પટેલ અન્‍ય ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી.
આ પ્રસંગે સરપંચ શંકરભાઈ પટેલ, ડે. સરપંચ સુનીલ જાદવ, વાજવડ સરપંચ નરેશભાઈ પટેલ, રાજુભાઈ આહીર, તેમજ ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા ભવ્‍ય ગણેશોત્‍સવનું થઈ રહેલું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસ વિભાગ માટે ચૂંટણી સંદર્ભે ટ્રેનિંગનું આયોજન કરાયું

vartmanpravah

પંચાયતની વિશેષ ગ્રામસભામાં આટિયાવાડ ગ્રા.પં.ને લોક ભાગીદારીથી કુપોષણ મુક્‍ત બનાવવાનો સરપંચ ઉર્વશીબેન પટેલનો નિર્ધાર

vartmanpravah

દીવ ખાતે શૈક્ષણિક પ્રવાસમાં આવેલ શિક્ષકનું નાગવા ખાતે હાર્ટ અટેકથી મોત

vartmanpravah

ઘોઘલા ખાતે નિઃશુલ્‍ક આયુષ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

‘જળ શક્‍તિ અભિયાનઃ કેચ ધ રેઈન’ અંતર્ગત કેન્‍દ્રના નાણાં મંત્રાલયના નિર્દેશક અને સેન્‍ટ્રલ નોડલ ઓફિસર(સીએનઓ) સુશીલ કુમાર સિંઘે દાનહમાં ઉપલબ્‍ધ વિવિધ જળસ્રોતોની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment