December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલ ખાસ કારોબારી સમિતિની બેઠકમાં નાણાંપંચના રૂ.3.75 કરોડના તાલુકા વિકાસ પ્‍લાનના આયોજનને મંજૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.09: ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલ ખાસ કારોબારી સમિતિની બેઠકમાં નાણાંપંચના રૂ.3.75 કરોડના તાલુકા વિકાસ પ્‍લાનના આયોજનને મંજૂરી આપવામાં આવી હતી. 2023-24 ના વર્ષનું અંદાજપત્ર પણ તૈયાર કરવામાં આવ્‍યું હતું.
તાલુકા પંચાયતના સભાખંડમાં કારોબારી સમિતિના અધ્‍યક્ષ ધર્મેશભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને પ્રમુખ કલ્‍પનાબેન ગાવિત, ટીડીઓ ચેતનભાઈ દેસાઈ ઉપરાંત અશ્વિન દેસાઈ, નરેન્‍દ્રભાઈ, જશુભાઈ ગાંગોડા, નીતાબેન, દમયંતીબેન આહિર, જગમ દેશમુખ સહિતનાની ઉપસ્‍થિતિમાં યોજાયેલ ખાસ કારોબારી સમિતિની બેઠકમાં અગાઉની બેઠકની કાર્યવાહીને બહાલી અને છેલ્લા ત્રણ માસના માસિક હિસાબો મંજુર કરવામાં આવ્‍યા હતા.
બેઠકમાં 15-માં નાણાંપંચના તાલુકા કક્ષાના વર્ષ 2023-24ના તાલુકા વિકાસ પ્‍લાન હેઠળ અનટાઈડ અને ટાઈડ ગ્રાન્‍ટના રૂા.3.75 કરોડના તાલુકા વિલાસ પ્‍લાનના આયોજનને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકાના વર્ષ 2022-23 ના વર્ષના અંદાજપત્ર ઉપર વિસ્‍તૃત ચર્ચા કરી વિકાસના કામો અને અન્‍યસુવિધાઓની જોગવાઈ સાથેના અંદાજપત્રને આખરી ઓપ આપી અવલોકન માટે મોકલવાની દરખાસ્‍તને પણ મંજૂરી આપવામાં આવી હતી. વધુમાં હુડકો લોન, બેંક તથા રાજ્‍ય સરકારની લોનની વસુલાત કરવા અંગેના પ્રાથમિક વાંધા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં મદદનીશ ટીડીઓ જીતુભાઈ, વિસ્‍તરણ અધિકારી ભારતીબેન ટેક્‍નિકલ સ્‍ટાફના રજતભાઈ, સીમાબેન નાયન હિસાબીનીશ અરવિંદભાઈ થોરાટ સહિતનો સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યા હતા. આ પૂર્વે સત્તાધારી ભાજપ પક્ષના પ્રમુખ મયંકભાઈ, મહામંત્રી સમીરભાઈ દ્વારા પણ પ્રમુખ અને કારોબારી અધ્‍યક્ષ, સભ્‍યો સાથે ચર્ચા વિચારણા કરી વિકાસના કામો અંગે જરૂરી સૂચનો કર્યા હતા.

Related posts

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કબડ્ડી સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના સહયોગથી દમણ રોટરી ક્‍લબે 76 શિક્ષકોને ‘નેશન બિલ્‍ડર એવોર્ડ’થી સન્‍માનિત કર્યા

vartmanpravah

વાપીની મુસ્‍કાન એનજીઓ દ્વારા કપરાડાના સુથારપાડામાં નિઃશુલ્‍ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

દાનહ ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરને એક લાખ મતોથી વિજયી બનાવવા યુવા નેતા સની ભીમરાની હાકલ

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત દુણેઠામાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

વાપી સલવાવ સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં “રાષ્ટ્રીય યુવા દિવસ” નિમિતે વિધ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment