October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ટાંકલમાં સુરતથી ચિકન ખાવા આવેલ શખ્‍સને જૂની અદાવતે ઢીબી નાખ્‍યોઃ સુરતના 4 સામે ગુનો નોંધાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: ચીખલી તાલુકાના ટાંકલ ગામે સુરતથી ચિકન ખાવા આવેલા શખ્‍સને જૂની અદાવત રાખી લોખંડના પાઈપ વડે મારતા પોલીસે સુરતના ચાર જેટલા શખ્‍સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર અમરજીતસિંગ બીરેન્‍દ્રસિંગ યાદવ (ઉ.વ-28) (રહે.સાઈ યુનિટી રો-હાઉસ મકાન નં-144-એ ભેસ્‍તાન સુરત)એ આપેલફરિયાદમાં જણાવ્‍યાનુસાર સાથી મિત્ર દીપકભાઈ રામસિંહ, અનિતાબેન પરિહાર, ખુશીબેન તથા તેમના એક મિત્ર સાથે સુરતથી આર્ટિગા નં. જીજે-05-સીયુ-6571 લઈ ચીખલી તાલુકાના ટાંકલ ખાતે આવેલ સજ્‍જાદ ચિકન સેન્‍ટરમાં ચિકન ખાવા માટે આવ્‍યા હતા અને જમી પરવારીને સુરત જવાની તૈયારી કરી રહ્યા હતા તે સમય દરમ્‍યાન ત્‍યાં ઈશરાર અલિયાસ ઉર્ફે છોટે મોહમદ રફીભાઈ ખાન, નવસાદ મોહમદ રહીભાઈ ખાન, વિનોદ ઉર્ફે રોકી સૂર્યાદેવ વર્મા (ત્રણેય રહે.ઉન સુરત) તથા તેમની સાથે આવેલ એક અન્‍ય ઈસમો આવી દીપકભાઈ રામસિંહ સાથે અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી બોલાચાલી કરી નાલાયક ગાળો આપી દીપકભાઈ રામસિંહને ઈશરાર અલિયાસ ઉર્ફે છોટે મોહમદ રફીભાઈ ખાને લોખંડના પાઇપ વડે પગના ભાગે ફટકા મારી તેમજ ઢીક્કા-મુક્કીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સ્‍થળ ઉપરથી ફરાર થયા હતા.
જોકે ઈજાગ્રસ્‍ત દીપકભાઈ રામસિંહને સારવાર અર્થે સુરતની હોસ્‍પિટલમાં ખસેડાતા પગમા ફેક્‍ચર હોવાનું જાણવા મળ્‍યું હતું. ઉપરોક્‍ત બનાવ બાબતે પોલીસે ઈશરાર અલિયાસ ઉર્ફે છોટે મોહમદ રફીભાઈ ખાન, નવસાદ મોહમદ રહીભાઈ ખાન, વિનોદ ઉર્ફે રોકી સૂર્યાદેવ વર્મા (ત્રણેય રહે.ઉન સુરત) તથા તેમની સાથે આવેલ એક અન્‍ય ઈસમ મળી કુલ ચાર જેટલા સામે ગુનો નોંધી વધુ તપાસ ચીખલી પીઆઇ કરી રહ્યા છે.

Related posts

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવી

vartmanpravah

વાપીમાં પ્રખર આંબેડકર વાદી સ્‍વ. ભીમરાવ કટકે ની શ્રદ્ધાંજલી પ્રાર્થનાસભા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે પર લાઈટીંગ અને બ્લેકસ્પોટ મુદ્દે બેદરકાર NHAIને જિલ્લા મેજિસ્ટ્રેટે રૂ. ૭૫૦૦નો દંડ ફટકાર્યો

vartmanpravah

વાપી ઓવરબ્રિજ નવિન કામગીરીમાં ફાટકથી લાઈટ વ્‍હિકલની સાથે મેઈન્‍ટેનન્‍સ માટે એસ.ટી.ને જવાની મંજુરીની માંગ

vartmanpravah

કપરાડા તાલુકા વિકાસ અધિકારી સંદીપ ગાયકવાડની બઢતી સાથે બદલી થતા વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

બુલેટ ટ્રેન, એક્‍સપ્રેસ હાઈવે, ગોલ્‍ડન કોરીડોર જેવા મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટ્‍સથી વલસાડ જિલ્લો-સંઘ પ્રદેશ ચંગા ચંગા

vartmanpravah

Leave a Comment