(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૨૬: દાદરા નગર હવેલીના દપાડા ગામે અપાર કંપનીની બસ સ્ટાફને લઈ કંપની તરફ જઈ રહી હતી તે સમયે મોપેડ પર સવાર યુવાન આવી રહ્ના હતો તે સમયે બસ અને મોપેડની ટકર થઈ હતી. જેમાં નવયુવાનના માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી, જેને સારવાર અર્થે સેલવાસની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું આજે સારવાર દરમિયાન મોત થયું હતું. યુવાનના મોતથી તેમના પરિવારજનોમાં ભારે ગમગીની છવાઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર અપાર કંપનીની બસ નંબર ડીડી-૦૧-યુ-૯૭૪૩ સેલવાસથી સ્ટાફને લઈ દપાડા જઈ રહી હતી તે સમયે મોપેડ નંબર ડીડી-૦૧-બી-૦૯૫૨ પર સવાર યુવાન વિપુલભાઈ દિલીપભાઈ કુરકુટીયા (ઉ.વ.૨૧) રહેવાસી ખુટલી-ખાનવેલ. જેને બસની ટક્કર લાગતા તે જમીન પર જાશથી પટકાયો હતો અને મોપેડ બસની નીચે આવી ગયું હતું. આ ઘટનામાં નવયુવાન વિપુલ કુરકુટીયાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જેને સ્થાનિકોઍ ઍમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે સેલવાસની હોસ્પિલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ આજે સારવાર વિપુલ કુરકુટીયાનું દરમ્યાન મોત થયું હતું. વિપુલના મોતથી તેમના પરિવાર અને ખાનવેલ સહિત સમગ્ર દાનહમાં શોકની લહેર ફેલાઈ હતી. આ ઘટનામાં ખાનવેલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.