December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ કોલેજની વિદ્યાર્થીની ખેલો ઈન્‍ડિયામાં ઝળકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: અત્રે ચણોદ કોલેજ સ્‍થિત કેશવજી ભારમલ સુમેરીયા કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સીસ કોલેજ વાપીમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે રમતનું પણવિશેષ જ્ઞાન અને તાલીમ પૂરી પાડવામાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત તમામ ખેલાડી મિત્રોની જુડો(ગર્લ્‍સ) માટે જુડો રમતમાં સિલેકશન યોજવામાં આવ્‍યુ હતું. જેમાં સદર કોલેજની વિદ્યાર્થીની દિવ્‍યા માહ્યાવંશી (એમ.કોમ.-2) પસંદગી પામેલ હતી. આ યુનિવર્સિટીની ટીમ લવ્‍લી પ્રોફેશનલ યુનિવર્સિટી, પંજાબ ખાતે ઓલ ઈન્‍ડિયા ઈન્‍ટર યુનિવર્સિટી જુડો(ગર્લ્‍સ) ટુર્નામેન્‍ટમાં રમવા ગયેલ હતા. જેમાં દિવ્‍યા માહ્યાવંશી પણ પોતાનો ઉતકળષ્ઠ દેખાવ કરીને બેસ્‍ટ ઓફ સેવનમાં પસંદગી પામતા તે ‘‘મિનીસ્‍ટ્રી ઓફ યુથ અફેર્સ એન્‍ડ સ્‍પોર્ટ્‍સ ગવર્નમેન્‍ટ ઓફ ઈન્‍ડિયા” દ્વારા આયોજિત ‘‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ”-2023” પસંદગી થયેલ છે. જે કોલેજ માટે ખુબ જ ગર્વની બાબત છે. સમગ્ર તાલીમ અને માર્ગદર્શન શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્‍યાપક ર્ડો.મયુર પટેલે પૂરુ પાડયુ હતું. આ ખેલમાં ઉતકળષ્ઠ સિધ્‍ધી પ્રાપ્ત કરવા કરવા બદલ તેમજ સમગ્ર કોલેજનું નામ રોશન કરતા કોલેજ મેનેજમેન્‍ટના ચેરમેન શ્રી કાન્‍તીભાઈ હરિયા, મેનેજીંગટ્રસ્‍ટીશ્રી એ.કે.શાહ તેમજ કોલેજના આચાર્ય શ્રી ડો.પુનમ બી.ચૌહાણે વિદ્યાાર્થીનો તેમજ પ્રાધ્‍યાપકનો અભાર વ્‍યક્‍ત કરી અભિનંદન પાઠવતા જીવનમાં આગળ વધી ઉજવળ કારકિર્દી માટે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

સમગ્ર શિક્ષા દાનહ દ્વારા દિવ્‍યાંગ વિદ્યાર્થીઓને ઉપકરણનું કરાયેલું વિતરણ

vartmanpravah

દીવના દગાચી ગામનીએક ખાણમાં સુકા ઘાસમાં લાગી આગ

vartmanpravah

દમણમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ નિમિત્તે બહુજન સમાજ દ્વારા યોજાયેલી ભવ્‍ય કાર રેલી

vartmanpravah

વલસાડ નગરપાલિકાના વિકાસના કામોનું સાંસદ અને ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

ઉમરગામમાં 6 રખડતા ઢોરને પકડી પાંજરાપોળમાં મોકલાયા 

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે કરચગામ રોડ પરથી ટાટા ઇન્‍ટ્રામાં ગેરકાયદેસર ભરેલો દારૂનો જથ્‍થો જપ્ત કર્યો

vartmanpravah

Leave a Comment