નરોલી શાળા અને પંચાયત ઘરની મહામહિમ મુલાકાત લેશેઃ સમગ્ર નરોલી ગામમાં મહામહિમ રાષ્ટ્રપતિને વધાવવા ઉત્સવનો માહોલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ , તા.12 : મહામહિમ રાષ્ટ્રપતિ નરોલી ખાતે શાળા અને પંચાયત ઘરની પણ મુલાકાત લેશે. મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂની દાદરા નગર હવેલી મુલાકાતના પગલે લોકોમાં ખુબ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રદેશના ઇતિહાસમાં પહેલી વખત દેશના સર્વોચ્ચ સત્તાધિશ એવા રાષ્ટ્રપતિના પગલાં નરોલી જેવા નાનકડાં ગામમાં પડવાના હોવાથી આજે સાંજથી જ સમગ્ર પંચાયત વિસ્તારમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આવતી કાલે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂને સત્કારવા માટે પણ ગ્રામજનોમાં થનગનાટ દેખાઈ રહ્યો છે.