January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છતા પખવાડીયા ઉજવણીનો સાનદાર પ્રારંભ કરવામાં આવ્‍યો

વિધાનસભાના નાયબ મુખ્‍ય દંડક વિજયભાઈ પટેલના હસ્‍તે સ્‍વચ્‍છતા ક્ષેત્રે કામગીરી ઉત્‍કળષ્ટ કામગીરી કરનાર નગરપાલિકાના સફાઈ કામદાર અને વિવિધ ક્ષેત્રના વ્‍યક્‍તિઓ/સંસ્‍થાઓને પ્રમાણપત્રો આપી સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: રાજ્‍યસરકાર દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આજે તા.17 મી સપ્‍ટેમ્‍બરના રોજ જન્‍મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્‍યમાં સ્‍વભાવ સ્‍વચ્‍છતા, સંસ્‍કાર સ્‍વચ્‍છતાની થીમ સાથે શરૂ થયેલ અને સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ તા.31 મી ઓકટોબર સુધી સ્‍વચ્‍છતા હી સેવા, સેવાસેતુ અને એક પેડ મા કે નામ અભિયાન હાથ ધરાયું છે.
આજથી શરૂ થયેલા આ ત્રણ અભિયાનનો વલસાડ જિલ્લામાં પણ પ્રારંભ કરવામાં આવ્‍યો છે. જે અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી ખાતે સ્‍વચ્‍છતા ક્ષેત્રે ઉત્‍કળષ્ટ કામગીરી કરનાર વાપી નગરના વ્‍યક્‍તિઓ/સંસ્‍થાઓને વિધાનસભાના નાયબ મુખ્‍ય દંડકશ્રી વિજયભાઈ પટેલના હસ્‍તે પ્રમાણપત્રો આપી તેમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં સૌએ સ્‍વચ્‍છતાના શપથ લીધા હતા.
વાપી નગરપાલિકાના સિનિયર સીટીઝન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અધ્‍યક્ષપદેથી શ્રી વિજયભાઈએ જણાવ્‍યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા તા.2જી ઓકટોબરના રોજ મહાત્‍મા ગાંધીજીની જન્‍મજયંતિએ શ્રધ્‍ધાજંલિ આપવા માટે સમગ્ર ભારતમાં સ્‍વચ્‍છતા માટેના જનઆંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્‍યું છે. ભારત સરકારના સ્‍વચ્‍છ ભારત મિશન અન્‍વયે આ અભિયાન તા.17 મી થી તા.2જી ઓકટોબર સુધી પખવાડિયાનું આયોજન કરવામાં આવ્‍યું હતું પરંતુ રાજ્‍યના મુખ્‍યપ્રધાનશ્રીભૂપેન્‍દભાઈ પટેલ દ્વારા નિર્મળ ગુજરાત 2.0 ની કામગીરી અને પ્રાધાન્‍યતાને ધ્‍યાને લઇને આ અભિયાન તા.31 મી ઓકટોબર સુધી લંબાવવામાં આવ્‍યું છે. આ અભિયાન અંતર્ગત આપણે આગંણાની સફાઇ, શેરી/મહોલ્લો/વિસ્‍તારની સાફ સફાઇ કરી આપણે આપણા નગરની, તાલુકાની, જિલ્લાની અને રાજ્‍યમાં સ્‍વચ્‍છતાની ઝૂંબેશ ચલાવવાની છે.
આ પ્રસંગે નાયબ મુખ્‍ય દંડકશ્રીએ વાપી નગરના સ્‍વચ્‍છતા ક્ષેત્રે ઉત્‍કળષ્ટ કામગીરી કરનાર વાપી નગરપાલિકાના સફાઇ કામદાર ધર્મિષ્ઠાબેન જાડેજા અને બંકિમભાઈ ચાંપાનેરીને રૂ.10 હજારનો ચેક અને પ્રશસ્‍તિ પ્રમાણપત્ર આપી સન્‍માન કર્યુ હતું. એ જ રીતે વાપીના વિવિધ ક્ષેત્રના વ્‍યક્‍તિઓ/સંસ્‍થાઓને પ્રમાણપત્રો આપી સન્‍માન કર્યુ હતું.
નાયબ મુખ્‍ય દંડકશ્રીના હસ્‍તે સન્‍માનિત થયેલ વાપી નગરના વિવિધ ક્ષેત્રમાં હોટલ એસોસિએશનમાં પ્રથમ ક્રમે હોટલ પેપીલોન, દ્વિતીય ક્રમે હોટલ રંગોલી અને તૃતીય ક્રમે ગીરીરાજ હોટલ, રો હાઉસ/મહોલ્લા કેટેગરીમાં પ્રથમ રોયલ જેમ્‍સ ચલા, બીજા નંબરે શીવાલીક હાઇટસ ચલા અને તૃતીય ક્રમે પ્રમુખ ગ્રીન ચલાના વ્‍યવસ્‍થાપકો, કોર્મશીયલ બિલ્‍ડીંગ કેટેગરીમાં પ્રથમ સોનોરીયસ બિલ્‍ડીંગ, બીજા નંબરે કેપીટલ બીઝનેસ સેન્‍ટર અને ત્રીજા ક્રમે સેન્‍ટ્રલ બજાર, હોસ્‍પિટલ કેટેગરીમાં પ્રથમ શ્રેયસ મેડીકેર હોસ્‍પિટલ, બીજા નંબરેદિક્ષિત હોસ્‍પિટલ અને ત્રીજા નંબરે જીવનદીપ, સરકારી કચેરી કેટેગરીમાં પ્રથમ જીએસટી ભવન, બીજા નંબરે વાપી ટાઉન પોલીસ સ્‍ટેશન અને ત્રીજા નંબરે પી. ડબ્‍લયુ ડી કચેરી, ખાનગી શાળા કેટેગરીમાં પ્રથમ નંબરે એલ. જી. હરિયા સ્‍કૂલ ડુંગરા, બીજા નંબરે આર. એસ. જુનજુનવાલા અને ત્રીજા નંબરે સ્‍વામીનારાયણ ગુરૂકુળ તેમજ સરકારી શાળા કેટેગરીમાં પ્રથમ નંબરે કન્‍યાશાળા વાપી, બીજા નંબરે ચલા મુખ્‍ય પ્રાથમિક શાળા અને ત્રીજા નંબરે સુલપડ મુખ્‍ય પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજભાઈ પટેલ, ઉપપ્રમુખ દેવલબેન દેસાઇ, પૂર્વ પ્રમુખ કાશ્‍મીરા શાહ, માજી ઉપપ્રમુખ અભયભાઈ, સંગઠનના મહામંત્રી શિલ્‍પેશભાઈ દેસાઈ, પ્રાંત પારડી અંકિત ગોહિલ, નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલબેન ધીનૈયા તેમજ નગરપાલિકાના હોદ્દેદારો, કર્મચારીઓ અને સંબધિત સંસ્‍થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
-000-

Related posts

દમણઃ સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા રીંગણવાડા-અંગ્રેજી માધ્‍યમના શિક્ષિકાઓ રંજનબેન સી. પટેલ અને રેખાબેન આર. પટેલે લીધી સ્‍વૈચ્‍છિક નિવૃત્તિ

vartmanpravah

ઈન્‍ડો-યુરોપિયન બિઝનેશ ફોરમ દ્વારા આયોજીત લંડનમાં ‘‘ઈન્‍ટરનેશનલ કોન્‍કલેવ ઓન ગુડ ગવર્નન્‍સ-2024”માં સન્‍માનિય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેવા દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલને મળેલું આમંત્રણ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં જાહેર રોડ ઉપર પ્રદૂષિત પીળુ પાણી રેલાયું : કઈ કંપનીનું પાપ

vartmanpravah

વલસાડ નંદવાલા હાઈવે ઉપર આર.એન.બી.ના અધિકારીની કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાતા અકસ્‍માત

vartmanpravah

પ્રદેશમાં કોરોનાના કેસો વધતા સંઘપ્રદેશમાં ધો.1થી 8 અને પૂર્વ પ્રાથમિક શાળાઓ બંધ કરવાનો આદેશ : ઓનલાઈન ક્‍લાસો ચાલશે

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment