December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરૈયા ગામનો પાંચ દિવસથી ગુમ સગીરની બોડવાંક ગામે આંબાવાડીમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: સરૈયા ગામનો પાંચ દિવસથી ગુમ સગીરની બોડવાંક ગામે આંબાવાડીમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના સરૈયા ગામના નવા ફળીયા ખાતે રહેતો 16-વર્ષીય સગીર ગત તા.16/02/2023 ના રોજ ટાંકલ જવાનું કહી ઘરેથી બપોરના સમયે નીકળી ગયા બાદ પરત ન આવતા અને મોબાઈલ ફોન પણ રિસીવ ન કરવા સાથે શોધખોળ કરતા પણ ન મળી આવતા તેની માતાનીફરિયાદના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ દરમ્‍યાન મંગળવારના રોજ આ સગીર બોડવાંક નર્સરી ફળિયામાં સુનિલ બાલુભાઈ પટેલની આંબાવાડીમાં આવેલ આંબાના ઝાડ ઉપર ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા તેની માતા મનીષાબેન ગણેશભાઈ હળપતિની ફરિયાદમાં પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

ઉમરગામના દહેરી ખાતે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની આઈએએસ પ્રસનજીત કૌરે મુલાકાત લીધી

vartmanpravah

વલસાડમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અને મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

vartmanpravah

દીવની બુચરવાડા સરકારી શાળામાં ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

જિલ્લામાં MRP કરતાં વધુ કિંમત વસુલતા અને મેનુકાર્ડમાં જથ્‍થો નહીં દર્શાવતા 82 એકમોને રૂા.1.09 લાખનો દંડ

vartmanpravah

સરકારી પ્રાથમિક શાળા ડાભેલમાં વરસાદી ગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

કર્ણાટકમાં કોંગ્રેસ વિજેતા બનતા સેલવાસમાં વિજયોત્સવ મનાવ્યો

vartmanpravah

Leave a Comment