January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકામાં બે અલગ અલગ સ્‍થળે ઝાડ પડવાની બનેલી ઘટનામાં થયેલો આબાદ બચાવ

સંજાણ ખાતે જેસીબી ચાલકની લાપરવાહીથી ધારાશાયી થયેલ ઝાડ વીજ પોલ પર પડતા મચેલી અફરાતફરી અને ઉમરગામ જીઆઈડીસીમાં બિપરજોય વાવાઝોડાની અસરથીકામદારોથી ભરેલી મારૂતિ વાન પર વૃક્ષ પડતા ભય સાથે ફેલાયેલો ગભરાટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: ઉમરગામ તાલુકામાં આજરોજ બે અલગ અલગ સ્‍થળે તોતિંગ વૃક્ષો ધારાશાયી થવાની ઘટના બનવા પામી હતી. પ્રથમ ઘટના સંજાણ ખાતે પાણી પુરવઠાની પાઈપલાઈન બેસાડવાનું કામ કરી રહેલા જેસીબી ચાલકની લાપરવાહીના કારણે બનવા પામી હતી. જેસીબી ચાલાકે રિવર્સ લેતા સમયે ઝાડ સાથે અથડાવી દેતા નજીકથી પસાર થયેલી વીજ લાઈનના પોલ અને તાર ઉપર ઝાડ પડતા મુખ્‍ય રસ્‍તો બ્‍લોક થઈ જવા પામ્‍યો હતો. અને ઘટના સમયે વીજતારોના તણખા ભયજનક રીતે ઉડતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભારે ભય ફેલાઈ જવા પામ્‍યો હતો. બીજી ઘટના સાંજના સમયે ઉમરગામ જીઆઈડીસી વિસ્‍તારમાં બનવા પામી હતી. ઝડપી પવન અને વરસાદના કારણે મોટું વૃક્ષ કામદાર ભરેલી પસાર થયેલી મારુતિ વેન ગાડી ઉપર પડતા ભયનો માહોલ સર્જાવા પામ્‍યો હતો. ગાડીના ઉપરના ભાગે વૃક્ષની ડાળી અને ગાડીને અડીને થડ પડતા વાહનમાં બેસેલા તમામનો બચાવ થવા પામ્‍યો હતો. જો કે એકાદ વ્‍યક્‍તિને નાની-મોટી ઈજા થવા પામી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

Related posts

ચીખલીમાં નિર્માણધીન એસટી ડેપોનો સ્લેબ ભરતી વખતે જ અચાનક ધરાશયી થતા ૮ જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. ફેઈઝ-2 બિલખાડી ઉપર બની રહેલ પુલની કામગીરીના વિલંબને લઈ હાડમારી

vartmanpravah

દાનહમાં બાળલગ્ન અને બાળ કુપોષણ બે મોટા પડકારોઃ આરડીસી અમિત કુમાર

vartmanpravah

દાનહ નરોલી પંચાયત ખાતે માર્બલ કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ ફેકવામાં આવી રહ્ના છે ઘન કચરો

vartmanpravah

નેશનલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી (NIFT)દમણની પ્રથમ બેચે ફેશન મેનેજમેન્‍ટમાં માસ્‍ટર ડિગ્રી સફળતાપૂર્વક પૂર્ણ કરી: ‘બોટમ લાઇન-2024‘માં ફેશન સ્‍નાતકોનું કરાયેલું સન્‍માન

vartmanpravah

વલસાડ નેશનલ હાઈવે ધરમપુર ચોકડી પાસે વાંકી નદીના પુલ ઉપરનો હાઈવે બંધ કરાયો

vartmanpravah

Leave a Comment