દુકાન સંચાલકે સવારે દુકાનમાં આવી સ્વિચ ચાલુ કરતા
શોર્ટ સર્કિટ સર્જાતા આગ લાગી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.28: વાપી પાસે આવેલ છરવાડા ગામમાં કાર્યરત એક સોફા બનાવવાની દુકાન આજે સોમવારે સવારે અચાનક આગ લાગતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી.
વાપી છરવાડામાં રાધે એવન્યુ નામની ઈમારતના ગ્રાઉન્ડ ફલોરમાં કાર્યરત શોપિંગ સેન્ટરમાં એક સોફા બનાવવાની દુકાન આવેલી છે. આજે સવારે દુકાન સંચાલકે દુકાન ખોલ્યા બાદ સ્વીચ પાડતાની સાથે શોર્ટ સર્કિટ થઈ હતી. વીજળીના ભારે તણખા ઉડતા દુકાનમાં રાખેલા સોફાના સર સામાને તુરંત આગ પકડી લીધી હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડને ભીડભાડ વાળો સાંકડો રસ્તો હોવાથી ઘટના સ્થળે ભેગી થયેલી ભીડના કારણે તકલીફ પડી હતી. થોડી જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. આગના કારણે દુકાનનો લાખોનો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. અન્ય કોઈ જાનહાનીની ઘટના ઘટી નહોતી.