September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે ચિસદા ગામની મુલાકાત લઈ વિવિધ યોજનાઓ અંગે આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: દાદરા નગર હવેલીના ખાનવેલ જિલ્લાના નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરે ચિસદા ગામની મુલાકાત લીધી હતી. જ્‍યાં તેમનું ગ્રામજનોએ પારંપરિક તારપા નૃત્‍ય દ્વારા સ્‍વાગત ભવ્‍ય કરવામાં આવ્‍યું હતું. આ અવસરે સ્‍થાનિક યુવાન શ્રી જયેશભાઈ પાગી અને નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરના હસ્‍તે સ્‍થાનિકોને હેલ્‍મેટ અને એલ.ઇ.ડી. બલ્‍બનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
દરમિયાન ગ્રામજનોએ તેઓની કેટલીક સમસ્‍યા જેવી કે પાણી માટેની યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવા તથા યુવાઓને રોજગારની સમસ્‍યા, વૃદ્ધા પેન્‍શન, વિધવા પેન્‍શન, કંપનીમાંથી કાઢી મુકવામાં આવેલ કામદારો બાબતે અવગત કર્યા હતા. નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરે સરકારની વિવિધ યોજનાઓ ગામલોકોને જાણકારી આપી હતી તેનો લાભ લેવા જણાવ્‍યું હતું. જેમાં ખાસ કરીનેમહિલાઓને આવકમાંથી બચત કરવા અંગે સહયોગ આપવા અને તેને લગતું જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી

vartmanpravah

સલવાવ બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની પાંચ વિદ્યાર્થીનીઓ જી.ટી.યુ.ના ટોપ ટેનમાં આવી ઐતિહાસિક સિધ્‍ધી પ્રાપ્ત કરી

vartmanpravah

‘‘વીર બાળ દિવસ”ના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા ત્રણેય જિલ્લામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ગાયનોકોલોજી વિભાગના સર્જનોને મળી વધુ એક સફળતા

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કાર્યનિષ્‍ઠા અને દીર્ઘદૃષ્‍ટિની મુક્‍ત મને કરેલી પ્રશંસા

vartmanpravah

સંઘપ્રદેશની કન્‍યાઓ ડ્રાઈવીંગની તાલીમ લઈ સ્‍વનિર્ભર બનશે : પ્રશાસનનો નવતર પ્રયોગ

vartmanpravah

Leave a Comment