October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશ

ભારતના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કાર્યનિષ્‍ઠા અને દીર્ઘદૃષ્‍ટિની મુક્‍ત મને કરેલી પ્રશંસા

સેલવાસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ પ્રગટ કરેલા વિશ્વાસ બાદ ભારતના રાષ્‍ટ્રપતિએ પણ ફરી એકવાર મારેલી મહોર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.19 : ભારતના રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ કવરત્તી ખાતે યોજાયેલા નાગરિક સત્‍કાર સમારંભમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની કાર્યનિષ્‍ઠા અને દીર્ઘદૃષ્‍ટિની મુક્‍ત મને પ્રશંસા કરી હતી.
શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા બાળકોના શિક્ષણથી લઈ આરોગ્‍ય સેવાને સઘન કરવા લીધેલાં પગલાંથી પણ પ્રસન્નતા વ્‍યક્‍ત કરી હતી.તેમણે પ્રશાસનના વોટર વિલા બનાવવાના પ્રસ્‍તાવ ઉપર પણ મહોર મારી વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, આવતા દિવસોમાં લક્ષદ્વીપ ભારત દેશ અને વિશ્વ ક્ષેત્રે પણ શિક્ષણ ઉપરાંત રમત-ગમત સહિત અનેક ક્ષેત્રે પોતાનું નામ રોશન કરશે.
અત્રે નોંધનીય છે કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની કાર્યનિષ્‍ઠા અને દીર્ઘદૃષ્‍ટિ ઉપર સેલવાસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પ્રગટ કરેલા વિશ્વાસ બાદ ભારતના રાષ્‍ટ્રપતિએ પણ ફરી એકવાર મહોર મારી છે.

Related posts

વલસાડ પારનેરા પારડીમાં પરિવાર મામેરા વિધિમાં વ્‍યસ્‍ત હતો ત્‍યારે ચોર ઈસમ બંગલામાં ઘૂસી 40 તોલા સોનુ અને રોકડ ચોરી ગયો

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ કોલેજમાં એનએસ યુનિટ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દમણમાં આનંદ ઉત્‍સાહ અને ઉમંગ સાથે સાદગીપૂર્ણ રીતે ગાંધી જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ મહિલા મોર્ચાની વધનારી સક્રિયતાઃ હવે દરેક લાભાર્થી સાથે સેલ્‍ફી લેશે

vartmanpravah

દાનહઃ ટોકરખાડા મરાઠી માધ્‍યમ શાળામાં રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવાયો

vartmanpravah

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મદિવસના ઉપલક્ષમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા વલસાડ ખાતે રેલી યોજાઇ

vartmanpravah

Leave a Comment