December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘ફિટ ઇન્‍ડિયા ક્‍વિઝ’ સ્‍પર્ધા માટે સામરવરણીની અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ શાળાના વિદ્યાર્થી આયુષ કુમાર સિંહની સ્‍ટેટ ચેમ્‍પિયનશીપ માટે થયેલી પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: દાદરા નગર હવેલીના સામરવરણીમાં આવેલ અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ શાળાના વિદ્યાર્થી આયુષ કુમાર સિંહની સ્‍ટેટ ચેમ્‍પિયનશીપ માટે પસંદગી કરવામાં આવતા શાળા પરિવાર અને સંઘપ્રદેશમાં ખુશીનું વાતાવરણ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભારત સરકાર દ્વારા આયોજીત ‘ફિટ ઇન્‍ડિયા ક્‍વિઝ’ ફિટનેશ અને રમત-ગમતની દેશની સૌથી મોટી ક્‍વિઝ છે. જેમાં દેશના વિદ્યાર્થીઓને ફિટનેશ અને રમત-ગમતમાં પ્રદર્શન કરવા માટે એક મંચ મળે છે.
અત્રે યાદ રહે કે, ફીટ ઇન્‍ડિયા ક્‍વિઝ દેશની સૌથી મોટી ઓનલાઇન રમત-ગમત અને ફિટનેશ ક્‍વિઝ છે જે દેશના 36 રાજ્‍ય અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં મોબાઈલ પ્‍લેટફોર્મ ઉપર આયોજીત કરવામાં આવે છે. શરૂઆતમાં વિદ્યાર્થીઓના ઉત્તમ પ્રદર્શન બાદ તેઓને સંબંધિત રાજ્‍ય અથવા કેન્‍દ્ર શાસિત પ્રદેશનું પોતાની શાળા તરફથી પ્રતિનિધિત્‍વ કરવા માટે પસંદગી કરવામાં આવે છે. જેમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની દરેક શાળાનાવિદ્યાર્થીઓને આ સ્‍પર્ધામાં ભાગ લેવા અનિવાર્ય કરવામાં આવ્‍યું હતું. થોડા દિવસ અગાઉ ફીટ ઇન્‍ડિયા ક્‍વિઝનું પરિણામ જાહેર કરવામાં આવ્‍યું હતું. જેમાં સામરવરણી ખાતે આવેલ અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ શાળાના ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી આયુષ કુમાર સિંહની બીજા ક્રમે રહ્યા હતા. હવે તેમની ફિટ ઇન્‍ડિયા ક્‍વિઝ-2022ની સ્‍ટેટ ચેમ્‍પિયનશીપ માટે પસંદગી થતાં પ્રદેશનું પ્રતિનિધત્‍વ કરશે.
આ અવસરે શાળાના આચાર્ય, શિક્ષકો અને શાળા પરિવાર દ્વારા આયુષ કુમારને ઉજ્જવળ ભવિષ્‍ય માટે શુભકામના પાઠવી હતી.

Related posts

ડીપીએલની લીગ મેચમાં મેન ઓફ ધી મેચ બનેલા ધરમ ઈલેવનના ચેતન હળપતિને દમણવાડાના સરપંચ મુકેશ ગોસાવીના હસ્‍તે આપવામાં આવેલી ટ્રોફી

vartmanpravah

દમણજિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદો : વેઈટર અર્જુનની હત્‍યા કેસના આરોપી કૃષ્‍ણ બહાદુરને આજીવન કેદઃ રૂા.5000નો દંડ

vartmanpravah

દાનહ વનકર્મીઓની ટીમે દૂધની અને કરચોંડથી ઘુવડ સાથે બે વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

vartmanpravah

દેવકા બીચ ખાતે લીલા ઘાસના સંયોજન સાથે બનેલ લેન્‍ડસ્‍કેપિંગનો ઢોળાવ પ્રવાસીઓ માટે નવું આકર્ષણનું નજરાણું બનશે

vartmanpravah

પારડીના પરિયા ખાતે આવેલ એમએમટીઈ કંપનીમાં લાગી આગ

vartmanpravah

ખાનવેલની કેન્‍દ્ર શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment