Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘‘વીર બાળ દિવસ”ના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા ત્રણેય જિલ્લામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા

ભારતીય ઈતિહાસના સુવર્ણ અક્ષરોમાં અંકિત અનોખી હિંમતની ગૌરવગાથા ભારતીય સમાજને ધર્મ, નૈતિકતા અને દેશભક્‍તિના માર્ગે ચાલવાની પ્રેરણા પૂરી પાડે છેઃ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ/દીવ, તા.26
9 જાન્‍યુઆરી, 2022ના રોજ, શિખોના દસમા ગુરુ, શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પર્વના દિવસે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જાહેરાત કરી હતી કે દર વર્ષે 26 ડિસેમ્‍બરે દેશભરમાં શ્રી ગુરુ ગોવિંદ સિંહના પુત્રો – સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહની શહાદતની યાદમાં ‘‘વીર બાલ દિવસ” તરીકે ઉજવવામાં આવશે.
‘‘વીર બાલ દિવસ” ઉપલક્ષમાં આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપ દ્વારા પ્રદેશના ત્રણેય જિલ્લા મથકોએ ‘‘વીર બાળ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. દમણ જિલ્લામાં પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં પ્રદેશ કાર્યાલય, નાની દમણ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મોહનભાઈ લકમણની અધ્‍યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં બહાદુર બાળકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
દમણની સન રાઈઝ સ્‍કૂલઅને વૈદિક ડેન્‍ટલ કોલેજમાં બાળ દિવસ સંબંધિત કાર્યક્રમનું આયોજન દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાની અધ્‍યક્ષતામાં કરવામાં આવ્‍યું હતું, જ્‍યારે સેલવાસના અટલ ભવન અને ખાનવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ‘‘વીર બાલ દિવસ”ની ઉજવણી કરતા ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
દમણ ખાતે આયોજીત કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્‍યું હતું કે, દેશ, ધર્મ અને સનાતન સંસ્‍કળતિની રક્ષા માટે મહાન બલિદાન આપનાર ગુરુ શ્રી ગોવિંદ સિંહ મહારાજના ચાર સાહિબજાદાઓ(પુત્રો)ના શહીદ દિવસ ‘‘વીર બાલ દિવસ” પર, હું તેમને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભારતીય ઈતિહાસના સુવર્ણ અક્ષરોમાં અંકિત અનોખી હિંમતની આ ગૌરવગાથા ભારતીય સમાજને ધર્મ, નૈતિકતા અને દેશભક્‍તિના માર્ગે ચાલવાની પ્રેરણા પૂરી પાડે છે.
આજના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત ભાજપના અન્‍ય આગેવાનો અને કાર્યકરોમાં દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશ આગરીયા, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલ, ભાજપ પ્રદેશ સચિવ શ્રી જીજ્ઞેશભાઈ પટેલ, ‘‘વીર બાળ દિવસ” કાર્યક્રમના જિલ્લા સંયોજક શ્રી કલ્‍પેશ સીતારામ, દમણ ન.પા. કાઉન્‍સિલર શ્રીમતી જસવિન્‍દર કૌર, દમણ ભાજપ ઓબીસીમોરચાના મહામંત્રી શ્રી ભરતભાઈ પટેલ, દમણ શહેર ભાજપ પ્રમુખ શ્રી પીયુષભાઈ પટેલ, દાનહ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્‍યક્ષ અને હાલના ખાનવેલ વિભાગના સભ્‍ય શ્રીમતી નિશાબેન ભવર, ખાનવેલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ રાઉત, શ્રી રમેશ કડુ અને અન્‍ય કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણની જે.બી. ફાર્માસ્‍યુટિકલે મરવડની સરકારી શાળાને બુલેટીન બોર્ડ, વોટર એક્‍વાગાર્ડ, પોડિયમ, સ્‍પીકર સહિતની આપેલી ભેટ

vartmanpravah

તુંબ ગ્રામ પંચાયતનું બજેટ ત્રીજી વાર નામંજુર

vartmanpravah

વિવિધ રંગારંગ કાર્યક્રમ અને દેશભક્‍તિના જોસ સાથે સલવાલગુરુકુળમાં આઝાદ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ તિથલ બીચ પર્યટકો માટે ખુલ્લો કરી દેવાયો

vartmanpravah

દેહરી સ્‍થિત કાર્યરત ચંદન સ્‍ટીલ કંપનીના વિસ્‍તરણ પ્રોજેક્‍ટ માટે યોજાયેલી પર્યાવરણીય લોક સુનાવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

ધરમપુર ખાતે ફલેટમાંથી રૂા.22.76 લાખ મત્તાની ચોરીની તપાસમાં પોલીસને મોટી સફળતા મળીઃ બે આંતરરાજ્‍ય ચોર ઝડપાયા

vartmanpravah

Leave a Comment