September 1, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ સ્‍ટેડિયમ પર ઢોડિયા પ્રીમિયર લિગનો શુભારંભ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: સેલવાસના સ્‍ટેડિયમ પર પ્રથમવાર ઢોડિયા સમાજ દ્વારા ઢોડિયા પ્રીમિયર લિગની શરૂઆત કરવામાં આવી છે. જેનુ ઉદઘાટન પીએસઆઈ જીગ્નેશ પટેલ, સામાજીક આગેવાન માધુભાઈ, સુમનભાઈ પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યુ હતુ. સમાજના દરેક યુવાઓને સારો મોકો મળે અને એક સાથે ભેગા થાય તેવા હેતુ સાથે આ ટુર્નામેન્‍ટની શરૂઆત કરવામાં આવી છે. ટુર્નામેન્‍ટમા ફાઈનલમાં વિજેતા બનનાર ટીમને 31 હજાર અને ટ્રોફી અને રનર્સ અપ ટીમને 21 હજાર અને ટ્રોફી સાથે ટુર્નામેન્‍ટમાં બેસ્‍ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ ઈનામ આપવામાં આવશે. ટુર્નામેન્‍ટના આયોજક પિંકલ પટેલ અને અલેશ પટેલે ફાઈનલ મેચોમાં ઉપસ્‍થિત રહેવાસમાજના લોકોને આમંત્રિત કરવામાં આવ્‍યા છે.

Related posts

જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસી સમાજના સહયોગથી આયોજીત ‘વિશ્વ આદિવાસી દિવસ’ના સમારંભમાં દમણ જિલ્લાના આદિવાસી સમાજે એકતા શિસ્‍ત અને ખેલદિલીનો આપેલો પરિચય

vartmanpravah

ધરમપુરમાં વર્ષો પહેલા હોળી વખતે રમાતી લુપ્ત થઈ ગયેલી પારંપરિક રમત આટયા પાટયા(હીર પાટા) આ વર્ષે હોળીનાં તહેવારમાં ફરી એક વાર રમાઈ

vartmanpravah

ઉમરગામ નગર પાલિકા સામે ભ્રષ્ટાચારની પાયા વિહોણી બુમરાણમા પ્રજા સવાલદારની ભૂમિકામાં

vartmanpravah

દેગામના ક્‍વોરી વિસ્‍તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરાતા જીપીઆરએસ સિસ્‍ટમને પગલે માલિકને એલર્ટ મેસેજ મળતા ડીઝલ ચોરોને રંગે હાથ ઝડપી પાડયા

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં આન બાન અને શાનથી કરાયેલી 76મા સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા અને શહેર સંગઠનની બેઠકોનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

Leave a Comment