December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના ગાયત્રી શક્‍તિપીઠ ખાતે બે દિવસીય શાંતિ યજ્ઞનો પ્રારંભ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ ગાયત્રી શક્‍તિપીઠ ખાતે બે દિવસીય શાંતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્‍યુ છે. પ્રથમ દિવસે શક્‍તિ કળશની સ્‍થાપના કરવામાં આવી અને સેલવાસ નગરમાં કળશ યાત્રા કાઢવામાં આવી હતી. નગર યાત્રા બાદ દીપ યજ્ઞ કરવામાં આવ્‍યો. દીપ યજ્ઞના માધ્‍યમથી સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરવામાં આવી હતી. બીજા દિવસે સવારે પ્રભાતયાત્રા બાદ ધર્મધજાનું આરોહણ કરવામાં આવેલ અને ત્‍યારબાદ 24 કુંડી યજ્ઞનો આરંભ કરવામાં આવ્‍યો હતો. યજ્ઞ સંપન્ન થયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ અને રામજી મંદિર ટ્રસ્‍ટ દ્વારા સેલવાસના પ્રજાજનોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે કરવામાં આવ્‍યો છે. આ યજ્ઞ હરિદ્વારથી આવેલ સમૂહ દ્વારા કરવામાં આવ્‍યો છે. જેમનો હેતુ ગાયત્રી મંત્રનો મહિમા ઘરે ઘરે પહોંચાડવાનો છે.

Related posts

એંઠવાડો ઉલેચી કચરો કે પ્લાસ્ટિક ખાતી, રઝળતી અને કત્તલખાને કપાતી ગાયનું રક્ષણ કરવું એ દરેક ભારતીય નાગરિકની ફરજ છે

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા 2(બે) ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથનો શુભારંભ કરવામાં આવ્‍યો

vartmanpravah

વાપી-વલસાડ રેલવે લાઈન વચ્ચે બે અકસ્માત સર્જાયા: સરોધી નજીક અજાણ્‍યાએ આપઘાત કર્યો : વલસાડ સ્‍ટેશને યુવાન પટકાયો

vartmanpravah

સંઘપ્રદેશ દમણ અને દાનહમાં વિવિધ સ્‍થળોએ સ્‍થાપિત દોઢ દિવસના ગણપતિની પ્રતિમાઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલ અને દૂધની જેટી ખાતે ક્રીસમસ નિમત્તે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડના ઓલગામમાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ

vartmanpravah

Leave a Comment