છઠ્ઠી ઈન્ડોર ગેમ્સ ટુર્નામેન્ટમાં કેરમ, ચેસ, ટેબલ ટેનિસ, ડાર્ટ તેમજ સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.28: વલસાડ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં દમણિયા સોની યુથ ગૃપ દ્વારા ઇન્ડોર ગેમ્સ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતુ. આ ટુર્નામેન્ટમાં મુંબઇથી લઈ સુરતના જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
વલસાડ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલી ઇન્ડોર ગેમ્સ ટુર્નામેન્ટમાં યુથ ગૃપ દ્વારા કેરમ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, સ્વિમિંગ, ચેસ તેમજ ડાર્ટની રમત રમાડાઈ હતી. આ સ્પર્ધામાં 100 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સમારંભમાં પ્રમુખ સ્થાને ગૌતમભાઈ પરીખ, અતિથિ વિશેષ તરીકે કિરણભાઈ પટેલ(સુરત) અને કેવિન પારેખ(નવસારી) ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 10 વર્ષથી લઈ 70 વર્ષસુધીના જ્ઞાતિજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વિવિધ કેટેગરીમાં કુલ 27 જેટલા સ્પર્ધકોને વિજેતા જાહેર કરાયા હતા. આ વિજેતાઓને સમાજ દ્વારા ટ્રોફી એનાયત કરાઈ હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે યુથ ગૃપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.