Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના નવયુવાનોની અનોખી પહેલ: અન્નદાનમ સંસ્‍થાએ સામાજીક પ્રસંગોમાં બચતા ભોજનને જરૂરિયાતમંદ લોકો સુધી પહોચાડવાની કરેલી પહેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના કેટલાક યુવાઓએ મળી સામાજીક સંસ્‍થા અન્નદાનમના માધ્‍યમથી એક અનોખી પહેલ કરી છે. જે સમાજમાં ક્રાંતિકારી અને અન્ન બચાવવામાં કારગર ભૂમિકા અદા કરી શકે છે. નવયુવાનો દ્વારા સંસ્‍થાના માધ્‍યમથી અનુરોધ કર્યો છે કે સામાજીક અને સાંસ્‍કળતિક અને વૈવાહિક પ્રસંગમાં સામુહિક કાર્યક્રમમાં બચતા અન્નને અન્નદાનમ સંસ્‍થા દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી પહોચાડવાની પહેલ કરી છે.
સંસ્‍થાના પ્રતિનિધિ નિપુણ પંડયાએ જણાવ્‍યુ કે, અન્નદાનમ એનજીઓ કર્તવ્‍ય દ્વારા શરુ કરવામાં આવેલ એક નવી પહેલ છે. જેના અંતર્ગત કોઈપણ પ્રકારના સમારોહમાં બચેલ ભોજનને અમારી સંસ્‍થાના સ્‍વયંસેવકો દ્વારા ભેગુ કરી જરૂરિયાતમંદ સુધી પહોચાડવામોં આવશે. છેલ્લા એક વર્ષથી અમારી સંસ્‍થાએ આ પાયલોટ પ્રોજેક્‍ટ ચલાવતા ત્રણ હજારથી વધુ લોકો સુધી આ સેવા પહોચાડી છે. અમારી સંસ્‍થામાં સેવા કરવા માટે અને અમારી સાથે જોડાવા માટે અમારો સંપર્ક કરી શકે છે.

Related posts

નવસારી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ચીખલીની ઢોલુમ્‍બર ગ્રામ પંચાયતની સામાન્‍ય સભામાં સરપંચ સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર

vartmanpravah

પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટ પડતો મુકાયો : કેન્‍દ્ર સરકારની જાહેરાત

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના ગ્રામવાસીઓએ ઊર્જાના સંરક્ષણ માટે લીધા શપથ

vartmanpravah

વલસાડમાં ગણેશ પ્રતિમા લઈને આવતા પોલીસ અને ગણેશ ભક્‍તો વચ્‍ચે મામલો બિચકાયો

vartmanpravah

દાનહઃ ભીલોસા કંપનીમાં કામ કરતા કર્મચારીનું ગટરમાં પડી જતાં સારવાર દરમ્‍યાન નિપજેલું મોત

vartmanpravah

Leave a Comment