
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સહયોગથી 30 એપ્રિલના રોજ સવારે 10:00 વાગ્યાથી સેલવાસ ડીસ્ટ્રીકટ કોર્ટમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લેબર કોર્ટ, દાવા, બેંકિંગ, લગ્ન અને દિવાની અને ફોજદારી સહિતના અન્ય કેસોનો પરસ્પર સમાધાન કરારના આધારે નિકાલ કરવામાં આવશે.
આ સંદર્ભમાં મુખ્ય ન્યાયિકમેજિસ્ટ્રેટ અને સેલવાસ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ શ્રી એ.એ.ભોસલેએ મીડિયા દ્વારા તમામ લોકોને જાણ કરવામાં આવી છે કે રસ ધરાવનાર અરજદાર પોતાનો કેસ જાતે અથવા પોતાની રીતે દાખલ કરી શકે છે. તેઓને એડવોકેટ મારફત રજીસ્ટ્રેશન કરાવવો, જેથી તેમના કેસોનો તે સમયની અંદર નિકાલ થઈ શકે.

