Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સાંઈયુગ ગ્રુપ ઉમરગામ દ્વારા કામળી સમાજની ક્રિકેટ ટૂર્નામેન્‍ટનુ કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

સાંઈયુગ ગ્રુપના પ્રમુખ અંકુશભાઈ કામળીએ સમાજમાં એકતા અને યુવાનોમાં સંગઠનની ભાવના બની રહે એ ઉદ્દેશથી આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં મહારાષ્‍ટ્ર, દમણ, વાપી, ઉમરગામની 36 ટીમોએ લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.27: ઉમરગામ સાંઈયુગ ગ્રુપ કામળી સમાજના પ્રમુખ અને ઉમરગામ પાલિકા બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રી અંકુશભાઈ કામળી અને એમની યુવા ટીમ તેમજ ઉમરગામ બાલાપોર દ્વારા વૃંદાવન કામળી સમાજના ગ્રાઉન્‍ડ ખાતે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સમાજના યુવાનોમાં ભાઈચારાની ભાવના અને એકતા જળવાઈ રહે એ ઉદ્દેશથી આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં મહારાષ્‍ટ્ર બોઈસર, દમણ, વાપી અને ઉમરગામ વિસ્‍તાર મળી કુલ 36 ટીમોએ ભાગ લીધો હતો. સતત ચાર દિવસ સુધી રમાયેલી ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં દમણ ભેસલોરની ટીમ અને ઉમરગામ કામળી સમાજ વચ્‍ચે ફાઈનલ મુકાબલો થવા પામ્‍યો હતો. જેમાં અંતે દમણ ભેસલોરની ટીમ ચેમ્‍પિયન અને ઉમરગામ કામળી સમાજની ટીમ ઉપવિજેતા બનવા પામી હતી.
કામળી સમાજમાં આકર્ષણનું કેન્‍દ્ર બનેલી ટૂર્નામેન્‍ટમાં ભાગ લેનાર ખેલાડીઓને પ્રોત્‍સાહિત કરવા આયોજકો દ્વારા આકર્ષક ઈનામો રાખવામાં આવ્‍યા હતા. ચેમ્‍પિયન ટીમ ભેસલોર દમણને ટ્રોફી અને રૂપિયા 51,000 અને ઉપ વિજેતા ટીમને ટ્રોફી અને રૂપિયા 25,000 પુરસ્‍કાર રૂપે આપવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત દરેક મેચ દરમિયાન મેન ઓફ ધ મેચ બનનારખેલાડીને ટ્રોફી અને ટીશર્ટ આપી પ્રોત્‍સાહિત સહિત કરવામાં આવ્‍યા હતા.
ટૂર્નામેન્‍ટમાં ભાગ લેનાર ખેલાડીઓને પ્રોત્‍સાહિત કરવા માટે ઉમરગામ તાલુકા ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, ઉમરગામ પાલિકા પ્રમુખ શ્રીમતી ચારૂશીલાબેન પટેલ, યુઆઈએના પ્રેસિડેન્‍ટ શ્રી જીગ્નેશભાઈ બારી, અને ઉદ્યોગપતિઓની હાજરી જોવા મળી હતી.

Related posts

જિલ્લામાં મતગણતરીના સ્‍થળે મતગણતરીમાં ખલેલ ના પહોચે તે અંગેનું જાહેરનામુ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્તોને કુલ 1.19 કરોડની સહાય ચૂકવાઈ, સૌથી વધુ પુર અસરગ્રસ્ત વલસાડ તાલુકામાં 1.04 કરોડ ચૂકવાઈ

vartmanpravah

સતત ત્રીજી વખત હરિયાણા વિધાનસભા ભાજપે હાંસલ કરતા જીતની ખુશી મનાવતો પારડી શહેર ભાજપ

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વલસાડ જુજવામાં જંગી જનસભા સંબોધી

vartmanpravah

મોટાપોંઢા કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી

vartmanpravah

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment