October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકા માહ્યાવંશી સેવા ટ્રસ્‍ટ દ્વારા રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ,તા.27: ઉમરગામ તાલુકા માહ્યાવંશી સેવા ટ્રસ્‍ટ અને માહ્યાવંશી સમાજ ઉન્નતિ મંડળ મરોલીના સંયુક્‍ત સાહસથી મરોલી એકતા મિત્ર મંડળ હોલમાં રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પમાં માહ્યાવંશી સમાજના યુવાનો અને બહેનોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લઈ 75 યુનિટ રક્‍ત એકત્રિત કરી શિબિરને સફળ બનાવ્‍યો હતો. આ શિબિરમાં મહિલાઓએ પણ રક્‍તદાન કરી સમાજના યુવાનો અને આયોજકોને પ્રોત્‍સાહન પૂરું પાડયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ઉમરગામ તાલુકા સેવા ટ્રસ્‍ટ આગેવાનો શ્રી યોગેશભાઈ મારકર, શ્રી રાકેશભાઈ હજારે, શ્રી રજનીકાંતભાઈ માંડેવાલા, મરોલી પંચાયતના સરપંચ શ્રીમતી લતાબેન મરોલીકર તેમજ માહ્યાવંશી સમાજ ઉન્નતી મંડળ અને મરોલી એકતા મંડળના સભ્‍યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ શિબિરમાં જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી જીગ્નેશભાઈ મરોલીકરે રક્‍તદાન કરી યુવાનોને પ્રોત્‍સાહિત કર્યા હતા. રક્‍તદાન શિબિરમાં વલસાડ રક્‍તદાન કેન્‍દ્રના કર્મચારીઓએ સેવા આપી હતી.

Related posts

પરીયામાં સાંઈ મેઘપન ક્રિકેટ સ્‍ટેડિયમમાં જિલ્લામાં પ્રથમવાર ઈન્‍ટરનેશનલ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર એક ચાલીના રુમમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

સુખાલા ગામે વલસાડ જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો : મોટી સંખ્‍યામાં દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

વલસાડમાં કારનો 0001 નંબર માટે રૂા.6.21 લાખ અને 0009 નંબર માટે રૂા.5.38 લાખની બોલી બોલાઈ

vartmanpravah

ચીખલીમાં સાંસદ સી.આર.પાટીલના જન્‍મ દિવસ નિમિત્તે યોજાયેલ રક્‍તદાન શિબિરમાં 56-યુનિટ રક્‍ત એકત્ર થયું

vartmanpravah

વલસાડમાં તિથલ દરિયામાં ઝંપલાવી મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલએ જીવનનો અંત આણ્‍યો

vartmanpravah

Leave a Comment