Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહ અનુ.જાતિ/જનજાતિ અધિકાર મોરચા દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ ફોટાની તપાસ માટે એસ.પી. અને કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.15: દાદરા નગર હવેલી અનુસુચિત જાતિ/જનજાતિ અધિકાર મોરચાના પ્રમુખ દ્વારા સોશિયલ મિડિયામાં વાયરલ ફોટાની તપાસ કરવા કલેક્‍ટર અને એસ.પી.ને લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવ્‍યા અનુસાર ગત 8 સપ્‍ટેમ્‍બરના રોજ એમના વોટ્‍સએપ પર વાઇરલ થયેલ ફોટો જોયેલ જેમાં ભિલોસા કંપનીમાંનો લેબર કોન્‍ટ્રાક્‍ટર જે પિતાની ઉંમરનો દેખાય છે,તે કોન્‍ટ્રાક્‍ટર તેના કોન્‍ટ્રાક્‍ટ હેઠળ કામ કરતી ઉંમરમાં નાની સગીર ગરીબ મજબુર આદિવાસી છોકરીઓને લલચાવી બહેકાવી અને ફોસલાવીને તેઓનું શારીરિક શોષણ કરી રહેલ તેવી શંકા છે. તેમજ અનૈતિક કામ કરાવી રહેલ હોય તેવી પણ શંકા છે અને વાયરલ ફોટોમાં બારીકાઈથી નિરીક્ષણ કરો તો દેખાઈ શકે છે કે એક પિતાની ઉંમરનો બિન આદિવાસી કોન્‍ટ્રાક્‍ટર નાની ઉંમરની આદિવાસી છોકરીઓ સાથે જાહેરમા બીભત્‍સ કૃત્‍ય કરતો દેખાય છે. જેથી આ અંગે નિષ્‍પક્ષ તપાસ માટે કમિટીની નિમણુંક કરી કોન્‍ટ્રાક્‍ટર દ્વારા સગીર ગરીબ મજબુર આદિવાસી છોકરીઓ/કામદારોનું શારીરિક શોષણ કે અનૈતિક કામ અટકાવશો અને ન્‍યાયના હિતમાં યોગ્‍ય કાર્યવાહી કરવાની એસ.પી. અને કલેક્‍ટરશ્રી પાસે માંગણી કરી છે.

Related posts

કાપડી સમાજ દ્વારાબે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટ સંપન્ન

vartmanpravah

નાણાં સચિવ અને જિલ્લા કલેક્‍ટરની આકસ્‍મિક તપાસ બાદ બહાર આવેલું દમણમાં ધબકતું કચરા કાંડઃ ચાલી રહેલા અનેક ભેદભરમો

vartmanpravah

વલસાડમાં લેભાગુ ફાઈનાન્‍સ કંપની ખોલી સસ્‍તી લોન આપવાની લાલચ આપી લાખોની પ્રોસેસીંગ ફી ઉઘરાવી સંચાલકો ફરાર

vartmanpravah

સરકારી પ્રાથમિક શાળા ડાભેલમાં વરસાદી ગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસી સમાજના સહયોગથી સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં થનારી ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી

vartmanpravah

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં દાનહ કોંગ્રેસે કરેલો ‘સંકલ્‍પ સત્‍યાગ્રહ’

vartmanpravah

Leave a Comment