June 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રખોલી ગ્રામ પંચાયત ખાતે ‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની મહિલા મંડળની બહેનો માટે મહિલા સભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.27: આજે દાદરા નગર હવેલીના રખોલી ગ્રામ પંચાયત ખાતે સરપંચ શ્રીમતી ચંદનબેન પટેલની અધ્‍યક્ષતામાં કરાડ ગામની મહિલા મંડળની બહેનો અને સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનો માટે મહિલા સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે પંચાયત મંત્રી શ્રી નરોત્તમભાઈ સોલંકી દ્વારા ઉપસ્‍થિત ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ’ની મહિલાઓને પ્રધાનમંત્રી ઉત્‍કર્ષ યોજના અંગેની વિસ્‍તૃત જાણકારી આપી હતી.
આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલા દાનહ જિલ્લા પંચાયતના અધિકારી શ્રી સચિનકુમાર યાદવ દ્વારા બહેનોને પ્રધાનમંત્રી ઉત્‍કર્ષ યોજના હેઠળ સિલાઈ મશીન ચલાવવાની ટ્રેનિંગ અંગે જાણકારી આપી હતી. ઉપરાંત રોજગારી માટે બેંકમાંથી લોન મેળવવા અને ગૃહ ઉદ્યોગમાં બનાવવામાં આવેલી સામગ્રીનું માર્કેટમાં કેવી રીતે વેચાણ કરવું તેબાબતે પણ શ્રી સચિનકુમાર યાદવે ઉપસ્‍થિત મહિલાઓને વિસ્‍તૃત માહિતી આપી હતી. આ અવસરે મહિલાઓને સાયબર સુરક્ષા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
આ પ્રસંગે ગ્રામ પંચાયતના સભ્‍યો શ્રીમતી બકુલાબેન પટેલ, શ્રી શીલાબેન કોહકેરીયા અને શ્રી અજયભાઈ મહાકાળ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં

vartmanpravah

વલસાડ-ડાંગ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઝળહળતા સિતારા તરીકે ઉભરેલા અનંત પટેલ

vartmanpravah

વાપીમાં છઠ્ઠ પૂજાની ભવ્‍ય ઉજવણી : હજારો ભાવિકાઓ સૂર્યનારાયણ ભગવાનનો અર્ઘ્ય અભિષેક કર્યો

vartmanpravah

કપરાડાની લવકર પીએચસીમાં વિશ્વ આયોડિન ઉણપ નિવારણ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળ દ્વારા આયોજીત ગણપતિ મહોત્‍સવનું ભક્‍તિભાવ સાથે વિસર્જન

vartmanpravah

વિધાનસભાની ચૂંટણીમાં વલસાડ જિલ્લામાં ફરજ બજાવવા ગયેલા થાલાના શિક્ષક દંપતિના ઘરે રાત્રી દરમિયાન તસ્‍કરો રૂા.3.40 લાખના સોનાના દાગીના ચોરી ફરાર

vartmanpravah

Leave a Comment