Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સામરવરણીની એક દુકાનમાં ચોરી કરનાર આરોપીની કરાયેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.27: દાદરા નગર હવેલી પોલીસ દ્વારા સામરવરણી ગામની એક ઓટો પાર્ટ્‍સની દુકાનમાં ચોરી કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી મુર્તુજા સબ્‍બીરઅલી વીરાની (રહેવાસી સેલવાસ) જેઓએ એમની સામરવરણી ગામે આવેલ ઓટો પાર્ટ્‌સની દુકાનના કોઈ અજાણ્‍યા ઈસમે શટરનું તાળુ તોડી 80,700 રોકડ રકમની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે આઇપીસી 457, 380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્‍સ્‍ટેબલ શ્રી જી.એન.રાઉતને સોંપવામાં આવી હતી. તપાસ માટે પોલીસની એક ટીમ બનાવી આરોપી ધનરાજ દીલીપ પાટીલ (ઉ.વ.19) રહેવાસી ઝંડાચોક, સેલવાસ મૂળ રહેવાસી જલગાંવ, મહારાષ્ટ્રની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી ચોરીની કુલ રકમ 80,700 રૂપિયા જપ્ત કરવામાં પોલીસે સફળતા મેળવી હતી.

Related posts

ધરમપુર આસુરા ગામે સાસરે જવા નિકળેલ દંપતિની મોપેડને ઈકોએ ટક્કર મારતા પતિનું મોત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 67 વર્ષની વયે યુવાનોને પણ શરમાવે એવા તરવરાટ સાથે સાચા કર્મયોગીની કરાવેલી ઝાંખી

vartmanpravah

શુક્રવારથી વલસાડ જિલ્લાના સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદતથી બંધ થશે

vartmanpravah

આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન,વાપીમાં “Competitive Exam” વિષય પર વ્યાખ્યાન યોજાયું

vartmanpravah

સંઘપ્રદેશ કક્ષાની રમત સ્‍પર્ધામાં દમણમાં બીચ વૉલીબોલ સ્‍પર્ધા યોજાઈઃ અંડર-17 બોયઝમાં દાનહ વિજેતાઃ અંડર-19 બોયઝમાં દીવ વિજેતા

vartmanpravah

વલસાડ જિલ્લામાં સૌથી વધુ વોટ શેર પારડીના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો વધ્‍યો

vartmanpravah

Leave a Comment