January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાની અધ્‍યક્ષતામાં દીવ ઘોઘલા ખાતે ભાજપ સદસ્‍યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.18: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ગણેશ નગર કમ્‍યુનિટી હોલ ખાતે આજે સદસ્‍યતા અભિયાન અંતર્ગત મિટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. મિટિંગ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સદસ્‍ય શું કામ બનવું જોઈએ તેના અનેક કારણો જણાવ્‍યા. તેઓએ જણાવ્‍યું કે, ભારતીય જનતા પાર્ટી એક મજબૂત અને મોટું સંગઠન છે, અને તેમણે દેશની અનેક મુશ્‍કેલીઓમાં સિંહ ફાળો રહ્યો છે, જેમ કે કોરોનામાં વેકસીન, યુક્રેનની લડાઈમાં ભારતીયોને તેમના વતન પાછા લાવવા, નિઃશુલ્‍ક અનાજ વિતરણ, આવાસ યોજના જેવી અનેક જરૂરિયાતમંદ તથા ગરીબ કલ્‍યાણ માટે કામો કર્યા છે, તેઓએ વધુમાં જણાવ્‍યું હતું કે હાલ કામ ચાલી રહ્યું છે અને રોડ રસ્‍તાના અનેક પ્રશ્નોથી લોકોમાં નારાજગી છે પરંતુ દીવને પ્રશાસક પ્રફુલ પટેલ સિંગાપુર બનાવવાનું સપનું છે જે જલ્‍દીથી પૂરુ થશે. દમણ દીવ ખાતે લોકસભાની ચૂંટણી હાર્યા તેમનો અફસોસ છે પરંતુ આજે તમારે ત્‍યાં જીતેલા ઉમેદવારને પૂછો કે તેમણે 100 દિવસમાં કયું વચન પૂર્ણ કર્યું. વધુમાં તેઓએ સદસ્‍યતા અભિયાનમાં જોડાવવા જણાવ્‍યું અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ બને એટલાવધારે સદસ્‍ય બનાવવા જણાવ્‍યું હતું. આ સમગ્ર મિટિંગમાં બીજેપી હોદેદારો કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા, અને બહોળી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આલોક કંપનીની કેન્‍ટીનમાં કામ કરતા નેપાલી યુવાને ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

નવસારી ડિસ્‍ટ્રીક્‍ટ સિનીયર સીટીઝન ટ્રસ્‍ટ સંચાલિત ગીરીજા લાઈબ્રેરીમાં ‘મારે પણ કંઈક કહેવું છે’ મણકો 16 વક્‍તા હર્ષા ઘોઘારીએ ‘સારા માણસ બનીએ’ વિશે પ્રવચન આપ્‍યું

vartmanpravah

એન્‍ટી ટેરેરીઝમ ડે અંતર્ગત વાપી મામલતદાર કચેરીમાં હોમગાર્ડ જવાન પદાધિકારીઓનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નં.3ની પેટા ચૂંટણી માટે 17મી ઓક્‍ટોબરના રોજ થશે મતદાન

vartmanpravah

દાનહઃ દપાડામાં કંપની સ્ટાફની બસ સાથે મોપેડ અથડાતા ઈજા પામેલ મોપેડચાલક યુવાનનું સારવાર દરમ્યાન મોત

vartmanpravah

વલસાડમાં કારનો 0001 નંબર માટે રૂા.6.21 લાખ અને 0009 નંબર માટે રૂા.5.38 લાખની બોલી બોલાઈ

vartmanpravah

Leave a Comment