December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નરોલીમાં જગદ્‌ગુરૂ સ્‍વામી નરેન્‍દ્રાચાર્ય મહારાજ સિદ્ધ પાદુકા દર્શન સમારોહ સંપન્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: સ્‍વ.સ્‍વરૂપ સંપ્રદાય સેલવાસ જિલ્લા દ્વારા નરોલી ગામે જગદ્‌ગુરૂ સ્‍વામી નરેન્‍દ્રાચાર્ય મહારાજના સિદ્ધ પાદુકા દર્શન અને ઉપાસક દીક્ષા સમારોહનુ આયોજન ઓમકાર સ્‍કુલ પરિસરમાં કરવામાં આવ્‍યું હતું.જેમાં મહાદેવ મંદિરથી શાળા પરિસર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્‍યામાં સાધકગણ ઉપસ્‍થિત રહ્યા હતા. સ્‍વામીજીની પાદુકાનુ ફૂલોની વર્ષા કરી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. બાદમાં જગદ્‌ગુરુ સ્‍વામી નરેન્‍દ્રાચાર્ય સંસ્‍થાન દ્વારા ચલાવવામાં આવતા ઉપક્રમ અંગેની જાણકારી સ્‍ક્રીન પર વીડિયોના માધ્‍યમથી દર્શાવવામાં આવ્‍યું હતું. બાદમાં સંસ્‍થા દ્વારા જરૂરતમંદ પરિવારોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. સમારોહમાં ઉપસ્‍થિત શાળાના સંચાલક, પંચાયત સભ્‍ય શ્રી યોગેશસિંહ સોલંકી, શ્રીમતી જુલીબેન સોલંકીનુ સંસ્‍થા દ્વારા શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ ઉપાસક દીક્ષા, પાદુકા દર્શન અને મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લા રાજપુત કર્ણી સેનાએ બગવાડા ટોલ પ્‍લાઝા ઉપર ચક્કાજામ કરી હાઈવે ઓથોરિટીને માથે લીધી

vartmanpravah

ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1/11ના સભ્‍ય પદ માટે અને નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

વાપી હાઈવે ઉપર તસ્‍કરોએ કાર વોર્કશોપને નિશાન બનાવ્‍યું

vartmanpravah

દાદરા ગામે ફેક્‍ટરી દ્વારા કરાયેલું ગેરકાયદેસર દબાણ દુર કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ રાજભાષા વિભાગ દ્વારા એક દિવસીય હિંદી કાર્યશાળા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી શાળાના દિવ્‍યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય વિતરણ કરાઈ   

vartmanpravah

Leave a Comment